દેશની વિદેશ નીતિમાં 360 ડિગ્રીનું પરિવર્તન

21 May, 2024 10:18 AM
► ભારતીયો પોતાના સ્કિલ સેટ અને ટેકનિકલ નોલેજને લઈને ખૂબ જ જાણીતા છે. આથી વિશ્ર્વભરના દેશો દ્વારા હાઈલી સ્કિલ્ડ ભારતીય યુવાનોની વધુને વધુ માંગ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય વેપારના આંતરરાષ્ટ્રીય વિસ્તૃતિકરણ માટે મોબિલિટી એગ્રીમેન્ટમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.

► નાસકોમના એક અહેવાલ મુજબ, વૈશ્વિક આઉટસોર્સિંગ માર્કેટમાં એકલા ભારતીય IT ક્ષેત્રનું યોગદાન 55% થી વધુ છે કે જેમાં ભારતીય ITએક્સપર્ટસ વિશ્વભરની મોટી ટેક કંપનીઓના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભારતીય પ્રતિભાની માંગ માત્ર આઈટી સેક્ટર પૂરતી મર્યાદિત નથી. યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા જેવા દેશો હેલ્થકેર ઉદ્યોગમાં ભારતીય તબીબી વ્યાવસાયિકો પર ખૂબ જ આધાર રાખે છે.

 

► વિદેશમાં ભારતીય લોકોની અવરજવર ભારતની સોફ્ટ પાવરને વધારે છે. ભારતીય નાગરિકો વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે, તેઓ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના બિનસત્તાવાર રાજદૂત તરીકે સેવા આપે છે. આ સાંસ્કૃતિક મુત્સદ્દીગીરી મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપે છે અને શિક્ષણ, ટેકનોલોજી અને વેપારમાં સહયોગ માટેના નવા રસ્તાઓ ખોલે છે.

અમેરિકા, ચીન અને રશિયા બાદ હવે ભારત પણ સમગ્ર વિશ્વમાં પોતાના વર્ચસ્વ અને પ્રભાવને સાર્વજનિક રીતે પ્રસરાવી રહ્યું છે. વિશ્વભરમાં ભારતની બોલબાલા વધવા પાછળ વિદેશમાં રહેતા ભારતીયો અને ભારતથી વિદેશમાં સ્થાયી થઈ રહેલા ભારતીયો પણ ખૂબ જ મોટો ફાળો ભજવે છે. કારણ કે, હ્યુમન રિસોર્સ માટે ભારતીયો પોતાના સ્કિલ સેટ અને ટેકનિકલ નોલેજને લઈને ખૂબ જ જાણીતા છે.

આથી વિશ્વભરના દેશો દ્વારા હાઈલી સ્કિલ્ડ ભારતીય યુવાનોની વધુને વધુ માંગ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય વેપારના આંતરરાષ્ટ્રીય વિસ્તૃતિકરણ માટે મોબિલિટી એગ્રીમેન્ટમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરના આ નિવેદન બાદ એ વાત સાબિત થઈ ગઈ છે કે, વિશ્વભરમાં ભારતીય પ્રતિભાની માંગમાં વધારો થયો છે. જેથી વિશ્વના અનેક દેશો ભફરત સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત બનાવવા માંગે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, હેલ્થકેર, એન્જિનિયરિંગ અને એકેડેમિક જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતીય વ્યાવસાયિકોની નોંધપાત્ર સંખ્યા સાથે, ભારત લાંબા સમયથી વૈશ્વિક વર્કફોર્સમાં નોંધપાત્ર યોગદાન આપનાર દેશ છે. નાસકોમના એક અહેવાલ મુજબ, વૈશ્વિક આઉટસોર્સિંગ માર્કેટમાં એકલા ભારતીય IT ક્ષેત્રનું યોગદાન 55% થી વધુ છે કે જેમાં ભારતીય IT એક્સપર્ટસ વિશ્વભરની મોટી ટેક કંપનીઓના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

ભારતીય પ્રતિભાની માંગ માત્ર આઈટી સેક્ટર પૂરતી મર્યાદિત નથી. હેલ્થકેર ઉદ્યોગ, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા જેવા દેશો ભારતીય તબીબી વ્યાવસાયિકો પર ખૂબ આધાર રાખે છે. માઈગ્રેશન પોલિસી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.માં જન્મેલી વસ્તીના 4.9% ભારતીયો છે કે જેમાંના નોંધપાત્ર લોકો હેલ્થકેર અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ કૌશલ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે.

ભારતીય લોકોના કુશળ વર્કફોર્સના વ્યૂહાત્મક લાભને ઓળખીને, ભારત સરકાર વિવિધ દેશો સાથે મોબિલિટી એગ્રીમેન્ટની વાટાઘાટોમાં સક્રિય રહી છે. આ કરારો ભારતીય વ્યાવસાયિકો માટે વિદેશમાં કામ કરવા માટેની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલ છે કે જે ભારત અને યજમાન દેશો બંને માટે પરસ્પર લાભોની ખાતરી કરે છે.

એક નોંધપાત્ર ઉદાહરણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) છે કે જેમાં વ્યાવસાયિકોની મોબિલિટી વધારવાની જોગવાઈઓ સામેલ છે. આ કરાર બંને દેશોની જોબ માર્કેટમાં સરળ ઍક્સેસની સુવિધા આપે છે. તેવી જ રીતે, મે 2021માં હસ્તાક્ષર કરાયેલ ઈન્ડિયા-યુકે માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ (MMP)નો ઉદ્દેશ્ય યુકેમાં ભારતીય નાગરિકો માટે કામ અને અભ્યાસની તકો વધારવાનો છે

ભારતીય પ્રતિભા માટેની વૈશ્વિક માંગ અને મોબિલિટી કરારોની વધતી સંખ્યા ભારત માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અસરો ધરાવે છે. પ્રથમ, આ કરારો વિદેશમાં વૈકલ્પિક કારકિર્દીની તકો પૂરી પાડીને દેશની અંદર બેરોજગારી અને અલ્પ રોજગારીના મુદ્દાને ઉકેલવામાં મદદ કરે છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, ભારતમાં વર્ષ 2020 સુધીમાં અંદાજે 18 મિલિયન ભારતીયો વિદેશમાં વસવાટ સાથે વિશ્વની સૌથી મોટી ડાયસ્પોરા વસ્તી ધરાવે છે. આ ડાયસ્પોરા માત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફાળો આપે છે એટલું જ નહીં પરંતુ તે 83 બિલિયન ડોલરની રકમનું નોંધપાત્ર રેમિટન્સ પણ ભારતમાં મોકલે છે.

બીજું, વિદેશમાં ભારતીય લોકોની અવરજવર ભારતની સોફ્ટ પાવરને વધારે છે. ભારતીય નાગરિકો વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે, તેઓ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના બિનસત્તાવાર રાજદૂત તરીકે સેવા આપે છે. આ સાંસ્કૃતિક મુત્સદ્દીગીરી મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપે છે અને શિક્ષણ, ટેકનોલોજી અને વેપારમાં સહયોગ માટેના નવા રસ્તાઓ ખોલે છે.

ભારતીય લોકોનું વિદેશમાં સ્થાયી થવું એ ભારત માટે કેટલાક પડકારો પણ ઊભા કરે છે. તેની પ્રાથમિક ચિંતાઓમાંની એક ચિંતા સંભવિત બ્રેઇન ડ્રેઇન છે કે જ્યાં કુશળ વ્યાવસાયિકોની હિજરત ભારતમાં જ પ્રતિભાની ઉપલબ્ધતાને અસર કરી શકે છે. જો કે, ભારત સરકાર સ્થાનિક સ્તરે એક મજબૂત ટેલેન્ટ પુલ બનાવવાના હેતુથી શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ કાર્યક્રમોમાં રોકાણ કરીને આ મુદ્દાને હલ કરી રહી છે.

બીજો પડકાર એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે કે વિદેશમાં ભારતીય લોકોના અધિકારોનું રક્ષણ થાય. વિદેશ મંત્રાલય, ઊઅખ જયશંકરના નેતૃત્વ હેઠળ, વિવિધ રાજદ્વારી માધ્યમો અને સહાયક પ્રણાલીઓ દ્વારા ભારતીય કામદારોના હિતોની સુરક્ષા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. વર્તમાન ડિજિટલ પરિવર્તન અને રિમોટ વર્કના ઉદયને કારણે સરહદો પાર કામ કરી શકે તેવા કુશળ વ્યાવસાયિકોની માંગમાં વધારો થયો છે. આ સંદર્ભમાં, ભારત સરકાર વૈશ્ર્વિક ધોરણોને પહોંચી વળવા શિક્ષણ અને કૌશલ્ય વિકાસની ગુણવત્તા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 જેવી પહેલોની તાજેતરની શરૂઆતનો ઉદ્દેશ ભારતની શિક્ષણ પ્રણાલીમાં બહુવિધ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકીને પરિવર્તન કરવાનો છે. આ નીતિ વૈશ્વિક જોબ માર્કેટની વિકસતી માંગને પહોંચી વળવા સક્ષમ વર્કફોર્સનું નિર્માણ કરે તેવી અપેક્ષા છે. તદુપરાંત, ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને જર્મની જેવા દેશો સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી ભારતીય લોકો માટે વધુ તકો ઊભી કરે તેવી શક્યતા છે. આ સહયોગ માત્ર જોબ પ્લેસમેન્ટ પૂરતો મર્યાદિત નથી પણ તેમાં સંયુક્ત સંશોધન અને વિકાસ પ્રોજેક્ટસ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક વિનિમયનો પણ સમાવેશ થાય છે.

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj