આખરે PoKમાં બળવો : પાકિસ્તાન સરકારના ત્રાસથી લોકો ત્રાહિમામ

15 May, 2024 10:48 AM
♦ PoKના લોકોએ અચાનક જ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો તેની પાછળના તાત્કાલિક કારણો તરીકે પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા કરમાં તાજેતરમાં કરાયેલો કર વધારો હોવાનું જણાય છે. ઙજ્ઞઊંના રહેવાસીઓ વારંવાર ઇલેક્ટ્રિક આઉટેજનો સામનો કરે છે તેમ છતાં તેમના વીજળીના બિલમાં અધધ વધારો કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્ષ 2023ના એક અહેવાલ મુજબ, PoK દક્ષિણ એશિયામાં સૌથી નીચો વિદ્યુતીકરણ દર ધરાવે છે કે જેમાં માત્ર 70% વસ્તીને જ ઇલેક્ટ્રિસિટી મળે છે.

♦ પીઓકેના લોકો હાલના સમયમાં એવો અનુભવ કરી રહ્યા છે કે,પાકિસ્તાન દ્વારા આ ક્ષેત્રનું શોષણ કરવામાં આવી રહ્યું છે. PoKના ઘણા રહેવાસીઓ માને છે કે PoKના સમૃદ્ધ કુદરતી સંસાધનો કે જેમાં વિશાળ જંગલો, ફળદ્રુપ ખેતીની જમીન અને હાઇડ્રોપાવર સંભવિતતાનો સમાવેશ થાય છે. આ બધા જ સંસાધનોનો પાકિસ્તાન સરકાર દુરપયોગ કરી રહી છે અને તેનાથી PoKને અને ત્યાંનાં લોકોને કોઈ ફાયદો કે વિકાસ નથી થઈ રહ્યો.

 

♦ 10મી મે, 2024ના રોજ PoKના મીરપુર જિલ્લાના દદ્યાલ તાલુકામાં લોકોના વિરોધની શરૂઆત થઈ હતી. બીજા દિવસે એક આયોજિત પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા 70થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હેવી હેન્ડનો અભિગમ પાકિસ્તાન પોલીસ સામે જ બેકફાયર થયો હતો અને તેણે લોકોના દબાયેલા ગુસ્સાને આગ આપવાનું કામ કર્યું હતું. જે બાદ આ ઘટના 11 મેના રોજ સ્વયંસ્ફુરિત વિરોધમાં ફેરવાઇ ગઈ અને જોત જોતામાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું અને સમગ્ર PoKમાં ફેલાઈ ગયું.

 

એક તરફ ભારત સરકાર દ્વારા 370 કલમની નાબૂદી બાદ ભારતના કબજામાં રહેલા કાશ્મીર અને લદાખ પ્રદેશમાં શાંતિનો માહોલ સર્જાયો છે જ્યારે બીજી તરફ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં છેલ્લા કેટલાક મહીઓનાઓથી અશાંતિની સ્થિતિ સર્જાઇ રહી છે. અને હાલ તો PoKની સ્થિતિ એટલી ગંભીર છે કે લોકોનો અસંતોષ વિદ્રોહન સ્વરૂપમાં ફાટી નીકળ્યો છે. આ સ્થિતિ એ વાતની સાબિતી છે કે PoKના લોકોના સંબંધો પાકિસ્તાન સરકાર સાથે સુમેળભર્યા નથી. પાછલા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે.

આથી સ્વાભાવિક છે કે ગતેની અસર PoKની પ્રજાને પણ થાય. પરંતુ પાકિસ્તાન સરકાર PoKની પરાજય સાથે અન્યાય અને ભેદભાવપૂર્ણ નીતિ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. PoKના લોકો દ્વારા પાકિસ્તાન સરકાર, આર્મી રેન્જર્સ અને પોલીસ સામે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેની પાછળ આર્થિક હાડમારી, વધી રહેલો ફુગાવો અને રાજકીય રીતે તેઓ હાંસિયામાં ધકેલાઇ રહ્યા હોવાની ભાવના મુખ્ય છે.

PoKના લોકોએ અચાનક જ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો તેની પાછળના તાત્કાલિક કારણો તરીકે પાકિસ્તાની વહીવટીતંત્ર દ્વારા કરમાં તાજેતરમાં કરાયેલો કર વધારો હોવાનું જણાય છે. PoK ના રહેવાસીઓ વારંવાર ઇલેક્ટ્રિક આઉટેજનો સામનો કરવા છતાં વીજળીના બિલમાં અધધ વધારો કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્ષ 2023ના એક અહેવાલ મુજબ, PoK દક્ષિણ એશિયામાં સૌથી નીચો વિદ્યુતીકરણ દર ધરાવે છે કે જેમાં માત્ર 70% વસ્તીને જ ઇલેક્ટ્રિસિટી મળે છે.

વધતા ખર્ચ સાથે પાયાની માળખાકીય સુવિધાનો આ અભાવ PoKના લોકોના ખિસ્સાનો બોજ વધારે છે. વધુમાં, આવશ્યક ચીજવસ્તુઓ વધુને વધુ મોંઘી બની છે કે જે ઘણા પરિવારોને નાણાકીય અસુરક્ષા તરફ ધકેલી રહી છે. વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ ડેટા પ્લેટફોર્મના આંકડાઓ દર્શાવે છે કે પાકિસ્તાનમાં ફુગાવાનો દર હાલમાં 21.3% ની આસપાસ છે. આ સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓની મર્યાદિત પહોંચને કારણે PoKમાં રોજ બરોજની ઘર વપરાશની ચીજ વસ્તુઓની કિંમતો સટમે આસમાને પહોંચી છે.

પીઓકેના લોકો હાલના સમયમાં એવો અનુભવ કરી રહ્યા છે કે,પાકિસ્તાન દ્વારા આ ક્ષેત્રનું શોષણ કરવામાં આવી રહ્યું છે. PoKના ઘણા રહેવાસીઓ માને છે કે PoKના સમૃદ્ધ કુદરતી સંસાધનો કે જેમાં વિશાળ જંગલો, ફળદ્રુપ ખેતીની જમીન અને હાઇડ્રોપાવર સંભવિતતાનો સમાવેશ થાય છે. આ બધા જ સંસાધનોનો પાકિસ્તાન સરકાર દૂરપયોગ કરી રહી છે અને તેનાથી PoKને અને ત્યાંનાં લોકોને કોઈ ફાયદો કે વિકાસ નથી થઈ રહ્યો.

રાજકીય સ્વાયત્તતાનો અભાવ અને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હેવી હેન્ડની વ્યૂહરચના દ્વારા અલગતાની આ ભાવના વધુ તીવ્ર બને છે. હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા વર્ષ 2020ના અહેવાલમાં પીઓકેમાં અસંખ્ય માનવ અધિકારોના ઉલ્લંઘનનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે કે જેમાં લોકોની મનસ્વી રીતે અટકાયત, ત્રાસ અને ન્યાયવિહીન હત્યાઓના કેસો સામેલ છે.

10મી મે, 2024ના રોજ PoKના મીરપુર જિલ્લાના દદ્યાલ તાલુકામાં લોકોના વિરોધની શરૂઆત થઈ હતી. પાકિસ્તાન સરકાર દ્વારા બીજા દિવસે એક આયોજિત પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ હેવી હેન્ડનો અભિગમ પાકિસ્તાન પોલીસ સામે જ બેકફાયર થયો હતો અને આ ધરપકડોએ લોકોના દબાયેલા ગુસ્સાને આગ આપવાનું કામ કર્યું હતું. આ ઘટના 11 મેના રોજ સ્વયંસ્ફુરિત વિરોધમાં ફેરવાઇ ગઈ અને જોત જોતામાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધના હિંસક વિરોધ પ્રદર્શન સમગ્ર PoKમાં ફેલાઈ ગયા.

પીઓકેની સ્થિતિ ભારત હસ્તકના કાશ્મીરના મુદ્દા પર પણ સીધી અસર કરે છે. ભારત અને ઓકિસ્તાન બંને દેશો પીઓકેને પોતાનો હિસ્સો માને છે. આ વિરોધ પ્રદર્શનો પીઓકેના લોકોમાં ઉભરતા અસંતોષને પ્રકાશિત કરે છે કે જેઓ દાયકાઓથી ચાલતા બે દેશો વચ્ચેના વિવાદના ક્રોસફાયરમાં ફસાયેલા છે. કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે સ્વતંત્રતા તરફી જૂથો અને રાષ્ટ્રવાદી પક્ષો વર્તમાન પરિસ્થિતિનો ઉપયોગ તેમના એજન્ડાને આગળ વધારવા માટે કરી રહ્યા છે કે જે પાકિસ્તાની નિયંત્રણમાંથી સંપૂર્ણ આઝાદીની હાકલ કરે છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયે પીઓકેમાં બનતી ઘટનાઓની નોંધ લેવી જોઈએ. શાંતિપૂર્ણ સભાનો અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મૂળભૂત માનવ અધિકાર છે. પીઓકેના રહેવાસીઓની કાયદેસરની ફરિયાદોનું નિરાકરણ કરવાની અને તેમનો અવાજ સાંભળવામાં આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પાકિસ્તાનની છે. આર્થિક ચિંતાઓને દૂર કરવા અને રાજકીય સમાવેશની ભાવનાને ઉત્તેજન આપવાનો ઉદ્દેશ્ય પારદર્શક સંવાદ તણાવની પરિસ્થિતિને ઘટાડવા અને વધુ હિંસા અટકાવવા માટે મહત્વપૂર્ણ છે.

PoKની સ્થિતિ પણ ભારત માટે એક પડકાર છે. જ્યારે ભારતે આ પ્રદેશ પર સતત પોતાનો દાવો જાળવી રાખ્યો છે, ત્યારે ભારતે પણ અશાંતિની જ્વાળાઓ ભડકાવવાનું ટાળવા માટે સાવચેતીપૂર્વક ચાલવું જોઈએ. ભારતનો લાંબા ગાળાનો ધ્યેય કાશ્મીર મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન છે કે જે નિયંત્રણ રેખાની બંને બાજુના કાશ્મીરીઓની આકાંક્ષાઓને માન આપે છે. અને આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj