રાજકોટ,તા.21
શિવમ્ ગૃપ દ્વારા પુર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્વ. પ્રવિણસિંફહ પરમારના સ્મરણાર્થે સતત 18માં વર્ષે ઉનાળાના બે માસ માટે 250 પરિવાર માટે વિનામુલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટ્ન શહેરના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ વર્કસ) તેમજ દિપ પ્રાગટય શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથા નારણભાઈ પટેલ (ઈન્ડીયા બ્રાસ)ના હસ્તે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પરમાર પરિવારના મોભી ઓ મોબતસિંહ પરમાર, રમેશભાઇ પરમાર, નરેન્દ્રસિંહ પરમાર, ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy