તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પરીક્ષાના પરિણામમાં ગોટાળાનો મામલો

‘નીટ’ વિવાદ: પરીક્ષા-કાઉન્સીલીંગ રદ કરવા સુપ્રિમનો ઇન્કાર: NTAને નોટીસ

India | 11 June, 2024 | 05:22 PM
પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થયાની આકરી ટીપ્પણી સાથે સર્વોચ્ચ અદાલતે ટેસ્ટીંગ એજન્સીનો જવાબ માંગ્યો: 8 જુલાઇએ વધુ સુનાવણી
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.11
 મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લંબાતી નીટ (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ એકઝામ) ની પરીક્ષાનાં પરિણામ વિશે સર્જાયેલા વિવાદ વચ્ચે સર્વોચ્ચ અદાલતે પરીક્ષા રદ કરવા (કાઉન્સીલીંગ પર રોક લગાવવાની માંગણી નકારી છે. જોકે, પરીક્ષા લેનાર એજન્સી એનટીએ (નેશનલ ટેસ્ટીંગ એજન્સી)ને નોટીસ ફટકારીને જવાબ માંગવા સાથે પરીક્ષાની પવિત્રતા પ્રભાવીત થયાની ટીપ્પણી કરી હતી.

પરીણામના વિવાદ વચ્ચે નીટની પરીક્ષા રદ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી.સર્વોચ્ચ અદાલતે પરીક્ષા રદ કરવા તથા કાઉન્સીલીંગ પ્રક્રિયા અટકાવવાની માંગણી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, અદાલતે નેશનલ ટેસ્ટીંગ એજન્સીને ફટકાર લગાવાતા એમ કહ્યું કે એજન્સીનાં વાંકે પરીક્ષાની પવિત્રતા પ્રભાવીત થઈ છે. નોટીસ આપી હતી અને તેનો તો જવાબ આપવો જ પડશે તે સ્પષ્ટ કર્યું હતું.

સુપ્રિમ કોર્ટનાં વકીલ વિક્રમનાથની બેંચે કહ્યું હતું કે નેશનલ ટેસ્ટીંગ કાઉન્સીલને નોટીસ આપવામાં આવે છે અને જવાબ માંગવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષાનાં પરીણામમાં ગ્રેસીંગ માર્કસનો વિવાદ સર્જાયો હતો અને દેશનાં વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

તબીબ સંગઠનોએ પણ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી.પરીણામમાં ઘાલમેલનો આરોપ લગાવ્યો હતો.એજન્સીએ ગ્રેસીંગ માર્કસ આપવામાં મનમાની કર્યાનો આરોપ લગાવ્યો હતો એક જ સેન્ટરમાંથી પરીક્ષા આપનારા 67 વિદ્યાર્થીઓને 720 ફૂલ માર્કસ અપાયા હતા. કેટલાંકને 718 અને 719 અપાયા હતા જે આંકડાકીય રીતે શકય નથી. પરીક્ષા સંચાલનમાં મનમાની કરવામાં આવી હતી અને ચોકકસ વિદ્યાર્થીઓને પાછલા દરવાજેથી પ્રવેશ અપાવવાનો બદઈરાદો હતો.

આ પ્રકારની અનેકવિધ દલીલો સાથે પરીક્ષા રદ કરવા તથા કાઉન્સીલીંગ રોકવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી થઈ હતી. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે પેપરલીકની વાતથી વિદ્યાર્થીઓને ખળભળાવ્યા છે.

કારણ કે હોશીયાર વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું ભવિષ્ય રોળાય જાય તેમ છે. પીડીત છાત્રોને ન્યાય અપાવવા માંગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે પરીક્ષા રદ કરવા કે કાઉન્સીલીંગ રોકવાની માંગ સ્વીકારી ન હતી. ટેસ્ટીંગ એજન્સીને નોટીસ મોકલીને વધુ સુનાવણી 8 મી જુલાઈ પર રાખી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj