રાજકોટ તા.13
રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં ગેસ એજન્સી એસોસિયેશનના પ્રમુખ તેમજ રાજકોટ ખાતેના ઓ.એમ.સી જેમકે આઇ.ઓ.સી.એલ, બી.પી.સી.એલના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના અંગેની ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024ના બીજા ક્વાર્ટરમાં મળવાપાત્ર વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગના લાભ આપવાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં વર્ષ 2024માં એપ્રિલ થી જુન દરમિયાનના પ્રથમ ક્વાર્ટરમાં રાજકોટ જિલ્લાના 1,32,304 લાભાર્થીઓને ફ્રી ગેસ રીફીલિંગની સુવિધા આપવામાં આવી છે તથા ઓક્ટોબર થી ડિસેમ્બરના બીજા ક્વાર્ટરના ફ્રી રીફીલિંગની સુવિધામાં રાજકોટ જિલ્લાના 1,23,618 લાભાર્થીઓ પાત્રતા ધરાવે છે. જેમને ચાલુ માસ દરમિયાન સમયમર્યાદામાં લાભ મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીએ તાકીદ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy