એર પેસેન્જર ટ્રાફિક કોરોના પહેલાના સ્તરે પહોંચ્યો

મે માસમાં 1.32 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી: ટ્રાફિક 5.1% વધ્યો

India, Travel | 07 June, 2024 | 01:12 PM
સાંજ સમાચાર

મુંબઈ તા.7
 સ્થાનિક એર પેસેન્જર ટ્રાફિક મે મહિનામાં 5.1 ટકા વધીને 1.38 કરોડ થયો હતો. ગત વર્ષે મે મહિનામાં 1.32 કરોડ લોકોએ વિમાન મુસાફરી કરી હતી. કોરોના પહેલાના સ્તર કરતા પણ તેમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ક્રેડીટ રેટીંગ્સ એજન્સી ઈકરાએ ગુરૂવારે આ માહિતી આપી હતી.

 ઈકરાએ કહ્યું હતું કે ભારતીય એવીએશન ઈન્ડસ્ટ્રીનું આઉટલુક સ્ટેબલ છે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય પેસેન્જર ટ્રાફિકમાં રિકવરી ચાલુ છે. કારણ કે એકંદરે ખર્ચ પણ સ્થિર છે. 2024-25ના ચાલુ વર્ષમાં પણ આ ટ્રેન્ડ આગળ ધપશે તેમ જણાય છે.

 વિમાન કંપનીઓની ક્ષમતામાં મે મહિનામાં વાર્ષિક ધોરણે 6 ટકાનો વધારો થયો હતો. અગાઉના એપ્રિલ 2024 કરતા ક્ષમતા 2 ટકા વધી હતી.  ગત સંપૂર્ણ નાણાકીય વર્ષ 2023-24માં સ્થાનિક હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા 15.4 કરોડ થઈ હતી જે અગાઉના વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો દર્શાવે છે. કોરોનાકાળ પહેલા 2019-20માં આ સંખ્યા 14.2 કરોડ હતી.

 ગત નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય વિમાન કંપનીઓ માટે ઈન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક 2.96 કરોડ રહ્યો હતો. જે વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીઓના પ્રાઈસિંગ પાવરમાં સુધારો થયો હતો જેને કારણે તેમને નફો પણ સારો થયો છે. ઈકરાના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં આ મોમેન્ટસ ચાલુ રહેશે તેમ જણાય છે.

એવરેજ એટીએપ પ્રાઈસ 2023-24માં રૂા.1,03,499 પ્રતિ કિલોમીટર રહ્યા હતા જે 2022-23ના સરેરાશ રૂા. 1,31,013ની સરખામણી માં 14 ટકા ઓછા હતા. ચાલુ વર્ષે પ્રથમ કવાર્ટર (એપ્રિલથી જૂન)માં એવરેજ એટીએફ પ્રાઈસ ગત વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં 5.4 ટકા વધ્યા હતા. જુન મહિનામાં એટલે કે તાજેતરના દિવસોમાં તેમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વિમાન કંપનીઓના કુલ ખર્ચમાં ફયૂઅલ કોસ્ટ 30-40 ટકા જેવો હોય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj