નવી દિલ્હી,તા.19
સડક-માર્ગ પર સૌથી પહેલો અધિકાર રાહદારીઓનો હોય છે.પરંતુ તેઓ જ માર્ગ અકસ્માતોનો સૌથી મોટો શિકાર બનતા હોવાનો ચોંકાવનારો આંકડાકીય રીપોર્ટ જાહેર થયો છે. 2019 થી 2023 નાં ચાર વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ રાહદારીઓએ જાન ગુમાવ્યા હતા.
બંધારણની કલમ 21 હેઠળ ફૂટપાથ પર ચાલવાનો રાહદારીઓનો બંધારણીય હકક હોવાનું જણાવીને સર્વોચ્ચ અદાલતે ફૂટપાથ પર થતા દબાણો સામે ચિંતા નારાજગી દર્શાવતો ચુકાદો તાજેતરમાં જ આપ્યો હતો. દેશનાં 24 રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોમાં માત્ર 19 ટકાથી 73 ટકા જ ફૂટપાથો હોવાના રીપોર્ટ બાદ સુપ્રિમ કોર્ટે આ ફટકાર લગાવી હતી.
આઈઆઈટી દિલ્હી તથા ટ્રાન્સપોર્ટ રિચર્સ એજન્સી દ્વારા ફૂટપાથ સંબંધી સર્વે હાથ ધરાયો હતો તે મુજબ કાશ્મીરનાં માર્ગો પર માત્ર ત્રણ ટક ફૂટપાથ હોવાનું ખુલ્યુ હતું. પોંડીચેરીમાં તે પ્રમાણે પાંચ ટકા હતી. બિહારમાં 19 ટકા, હરિયાણામાં 24 ટકા તથા ઝારખંડમાં 20 ટકા હતી.
એટલુ જ નહિં તેમાં પણ મોટાભાગનાં કિસ્સામાં નિયમ પાલન ન હતું. વાસ્તવમાં ઈન્ડીયન રોડ કોંગ્રેસ દ્વારા ફૂટપાથ બનાવવા માટે માપદંડો નિયત કરાયેલ છે અને તેના આધારે ફૂટપાથ બનાવવાની હોય છે.
સુપ્રિમ કોર્ટે ગત સપ્તાહનાં ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે નાગરીકો માટે યોગ્ય ફૂટપાથ હોવાનું આવશ્યક છે. અને તેમાં દબાણ ચલાવી ન શકાય. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ફૂટપાથ બનાવવા તથા દબાણ ન થવા દઈને યોગ્ય જાળવણી કરવામાં આવે તો પણ ઘણા માર્ગ અકસ્માતો શકાય તેમ છે.તમામ શહેરોમાં ફૂટપાથનાં નિયમોને પ્રાથમિકતા આપવાની જરૂર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ પ્રમાણે વિશ્વ સ્તરે માર્ગ અકસ્માતોમાં 21 ટકા રાહદારીઓ ભોગ બને છે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી 2023 માં દર પાંચમાંથી એક રાહદારી અકસ્માતનો ભોગ બન્યો હતો..
ભારતમાં મહારાષ્ટ્ર દિલ્હી, ઉતરાખંડ, આસામ, હિમાચલ પ્રદેશ, તથા પશ્ચિમ બંગાળમાં રસ્તાઓ પર ફૂટપાથની માત્રા 48 થી 73 ટકા જેટલી છે.
ભારતમાં 2019 માં 25858 2020 માં 23477, 2021 માં 29144, 2022 માં 32828 તથા 2023 માં 35000 રાહદારીઓ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy