સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ ખોટા બ્રેકીંગથી પીઆઇને 100 લોકોનો આક્રોશ સાંભળવો પડ્યો

India | Rajkot | 30 May, 2024 | 05:08 PM
મૃતકોના ડીએનએ મેચ થઇ ગયાના ખોટા મેસેજ વાઇરલ થયા’તા: પીઆઇ ભાર્ગવ જનકાંતે આગવી સુઝબુજથી એક-એક સ્વજનોને સાંભળી સંભાળ્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
ટીઆરપી ગેમઝોન આગ કાંડ બાદ મૃતકોના પરિવાર સહિત  શહેરભરના લોકોમાં એક આક્રોશ ફેલાયો હતો ત્યારે બનાવના બીજા દિવસે જ બપોરના સમયે સોશ્યલ મીડીયામાં એક ખોટી બ્રેકીંગ ન્યુઝ પ્લેટ ફરતી થઇ હતી. જેનો ભોગ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ જનકાંત બન્યા હતા. આશરે 100થી વધુ લોકોએ આક્રોશ સાથે વાત કરી હતી. પરંતુ પોતે પોતાની સૂઝબુઝથી લોકોનો આક્રોશ શાંત પાડ્યો હતો.

દુર્ઘટના બાદ મૃતદેહોને સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમની ઓળખ થઇ શકે તેમ ન હોય જેથી ટીઆરપી ગેમઝોનમાં ગુમ થયેલા લોકોના ડીએનએ લઇ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જે અંદાજીત સમય 48 કલાક લાગતો હોવાથી પરિવારજનો સીવીલ હોસ્પીટલે જ મુકામ કર્યો હતો.

દરમ્યાન બીજા દિવસે જ બપોરના સમયે સોશ્યલ મીડિયામાં એક બ્રેકીંગ પ્લેટ ફરતી થઇ હતી જેમાં પાંચ લોકોના ડીએનએ રીપોર્ટ આવી ગયાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદ અનેક લોકોએ પીઆઇ ભાર્ગવ જનકાંતને ફોનનો મારો શરૂ કર્યો હતો. જેમાં 100થી વધુ લોકોએ બેફામ આક્રોશ સાથે વાત કરી હતી. 

પરંતુ સ્થિતિને પારખી ગયેલ પીઆઇએ પોતાની સુઝબુઝથી તમામ લોકોને ડીએનએ રીપોર્ટની શું પ્રોસેસ હોય છે અને કેટલા સમયમાં મળતો હોય છે તે અંગે માહિતગાર કરી તમામ લોકોનો રોષ શાંત પાડ્યો 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj