રાજકીય પક્ષોને ડોનેશનના નામે 1000 કરોડનું કૌભાંડ: પાંચ પાર્ટીના અધ્યક્ષ સહિત 22 આરોપી

Gujarat, Crime | Ahmedabad | 28 May, 2024 | 02:49 PM
ઈન્કમટેકસ ચોરીના ઈરાદે ચાર વર્ષથી ધમધમતા કૌભાંડમાં અમદાવાદના બે આરોપી ઝબ્બે
સાંજ સમાચાર

અમદાવાદ: 
વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન મેળવ્યા બાદ ઈન્કમટેકસમાં દાનમાં મળેલ રકમ બાદ મેળવી પરત કરી 1000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાંરજુ કરતા ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

નોંધનીય છે કે, સીઆઈડી ક્રાઈમે 5 રાજકીય પાર્ટીના અધ્યક્ષ સહિતના હોદેદારને પણ આરોપી બનાવ્યા છે. આરોપીઓએ 1000 કરોડ રાજકીય વિવિધ પાર્ટીઓના નામે દાનમાં મેળવ્યા હતા. ત્યારબાદ આ રકમ ઈન્કમટેકસની વિવિધ કલમ હેઠળ મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું. આ મામલે સીઆઈડી ક્રાઈમને જાણ થતાં રેડ કરી મુખ્ય આરોપી ઉમંગ વિનોદભાઈ દરજી (રહે.રાણીપ) અને રવિ પ્રકાશભાઈ સોની (રહે. સી.જી.રોડ)ની ધરપકડ કરી હતી.

ત્યારબાદ બન્ને આરોપીને કોર્ટમાં રજુ કર્યા હતા. જયાં સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી રજુઆત કરી હતી કે, આરોપીઓએ 1000 કરોડની લેવડદેવડ કરી સરકાર સાથે મોટા પાયે છેતરપીંડી કરી છે, જે ટેકસ ચોરી કરી છે તે નાણાં કબજે કરવાના છે. આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ આચરતા હતા તે મામલે પુછપરછ કરવાની છે, આરોપીઓએ અલગ અલગ જીએસટી નંબર મેળવી સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરી હતી?,

આરોપીઓએ જીએસટી નંબર મેળવવા કયા કયા દસ્તાવેજ રજુ કર્યા હતા? આરોપીઓએ પોલીટીકલ પાર્ટી કમીશનથી ખરીદવા માટે કોણે કોણે ભલામણ કરી હતી? આરોપીઓ ટેકસ બચાવવા બનાવટી બિલ, જીએસટી તથા ઈન્કમટેકસ ઓફિસમાં રજુ કરેલી પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર અને એડ્રેસની તપાસ કરવાની છે, પોલીસે રેડ કરી તે સિવાય કઈ જગ્યાએ કૌભાંડ ચાલતું હતું?

રેડ સમયે કોરા કાગળ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, નકલી સ્ટેમ્પ સહિતના દસ્તાવેજ મળ્યા છે તે કયાં બનાવ્યા અને શું ઉપયોગ કર્યો, આરોપીઓએ બેંક એકાઉન્ટ સિવાય કયા કયા એકાઉન્ટનો ઉપયોગ થયો છે?

આરોપીઓએ ગેરકાયદે રકમ સંગ્રહ કરવા કઈ કઈ બેંકના લોકરનો ઉપયોગ કર્યો? આરોપી ઉગમ પાસેથી પાસબુક, ચેકબુક, પાનકાર્ડ, 8 કરોડના ચેક મળ્યા છે તેની તપાસ કરવાની છે. આવા અનેક મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે. આ રજુઆત બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj