કાલથી ચાર દિવસ અમદાવાદના સરદાર ધામ ખાતે

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની 100મી શતાબ્દી ગોષ્ઠી ઉજવાશે: પૂ.મોરારી બાપુની ઉપસ્થિતિ

Local | Bhavnagar | 15 May, 2024 | 11:45 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.15
શિક્ષણ ક્ષેત્રે અનોખી ભાત પાડતી અને ગૌરવવંતું સ્થાન ધરાવતી સંસ્થા એટલે શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’.આ સંસ્થાની સ્થાપના સ્વ. પી.એમ. પરમાર (પૂ.નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી.), સ્વ.ડો. હરિભાઈ પટેલ, નર્મદભાઇ ત્રિવેદી વગેરે શિક્ષણ ક્ષેત્રે ચિંતન-મનન કરનારા મહાનુભાવોએ સાથે મળીને તા. 23-12-1989ના રોજ કરી હતી. દર વર્ષે ત્રણ ગોષ્ઠિ નિયમિત રીતે યોજાય  છે,100મી શતાબ્દી ગોષ્ઠી તા.16-05-2024 થી 19-05-2024 દરમિયાન પ્રખ્યાત શૈ.સંકુલ  સરદારધામ-અમદાવાદ ખાતે યોજાનાર છે. 

આ પ્રસંગે સંત શ્રી મોરારિબાપુ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી ગગજીભાઈ સુતરિયા, પૂ.માહિતી સચિવ ભાગ્યેશભાઈ જહા,કેળવણીકાર મનસુખભાઈ સલ્લા, ડો. ભરત જોષી, ડો. દલપત પઢિયાર, ડો. મીનલ દવે, ડો .રવજી ગાબાણી,વગેરેનાં વક્તવ્યો, શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજાશે. આજ સુધીની ગોષ્ઠિઓમાં જેમનું યજમાનપદ સાંપડ્યું તે તમામ સંસ્થાઓના સંચાલકશ્રીઓનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવશે. 

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ એક વિશિષ્ટ સંસ્થા છે. આ સંસ્થાની ખાસ વિશેષતા એ છે કે, તેનું કોઈ બેંક એકાઉન્ટ નથી કે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. તેના મુખ્ય સંયોજક અને સહસંયોજકો વગેરેની પસંદગી સર્વાનુમતે કરવામાં આવે છે, તેની ચૂંટણી કરવાની ક્યારેય જરૂર પડી નથી. તેમાં જોડાવા માટે કોઈ સભ્ય ફી નથી અને ગોષ્ઠીમાં ઉપસ્થિત રહેવા કોઈ ફી ભરવાની હોતી નથી. ‘ભાવે તે આવે અને આવે તે ટકે’ના સૂત્રને વરેલી આ સંસ્થા તેની પ્રતિબધ્ધતા અને સમર્પિતતાની સુગંધ રાજ્ય સરકાર સુધી પહોંચેલી છે.

નવું જાણવું-શીખવું અને તેનો અમલ વર્ગખંડમાં કરવો તેવો થનગનાટ ધરાવતા વિવિધ શાળા-કોલેજના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો વગેરે આ સંસ્થામાં જોડાયેલા છે. ગોષ્ઠીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્યોને સમયાંતરે એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવે છે. સૌ સમન્વયસાથીઓ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા હંમેશાં તત્પર રહેતા હોય છે. અનેક સમન્વયસાથીઓને એમનાં પ્રદાન બદલ રાજ્ય-રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયાં છે. વિવિધ સંસ્થાઓ દ્વારા પણ અનેક સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. 

હાલમાં રાજ્ય ગોષ્ઠિ પ્રતાપભાઈ ત્રિવેદી રાજ્ય ગોષ્ઠિ ના મુખ્ય સંયોજક છે.

અત્યાર સુધીમાં રાજ્ય ગોષ્ઠિમાં સંતો, સાહિત્યકારો, કુલપતિઓ, જિલ્લા શિ.અધિકારીઓ,સમાજ શ્રેષ્ઠીઓ,શિક્ષણ મંત્રીઓ,આવી ચૂક્યા છે.
ગુણવંત શાહ, ભાણદેવજી ,સ્વામી સચ્ચિદાનંદજી અને જ્ઞાનવત્સલ સ્વામી જેવાઓના સદાયે આશીર્વાદ રહ્યાં છે

100મી ગોષ્ઠી સૌના માટે અવિસ્મરણીય અવસર બની રહેશે. સૌ સમન્વયસાથીઓમાં આ અવસરનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્થાની પરિપાટિ પ્રમાણે આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને કાયમી સભ્યો જ સામેલ થઈ શકશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj