ભાવનગરનાં જેકુરબેન 111 વર્ષની વયે ચશ્મા વગર અખબાર વાંચે છે

Local | Bhavnagar | 30 May, 2024 | 11:34 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.30
ભાવનગર શહેરના સુભાષનગર નેચરલ પાર્કમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણી 111 વર્ષની ઉંમરે તંદુરસ્તભર્યું  જીવન જીવી રહ્યા છે. પાંચ -પાંચ પેઢીની સાથે રહી ચૂકેલા શ્રી જેકુરબેનના પૌત્રવધુ શ્રીમતી અલ્પાબેન મનીષભાઈ હિરાણી(બ્યુટી પોઇન્ટ) ના જણાવ્યા મુજબ 111 વર્ષના જેકુરબેન સૌ માટે પ્રેરણારૂપ છે .તેઓ વગર ચશ્માએ છાપુ વાંચે છે.

તેની યાદશક્તિ ખૂબ જ સારી છે. તેઓ નવરાત્રી તેમજ સોસાયટીના માં યોજાતા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સૌને પ્રેરણા પૂરી પાડે છે. તેઓએ પાંચ -પાંચ પેઢીઓ સાથે રહી સફર જિંદગી જીવી છે. તસવીરમાં જેકુરબેન ના પુત્ર નટુભાઈના પુત્ર મનીષભાઈ ની દીકરી બંસીબેન ના પુત્ર રુદ્ર ને એટલે ચોથી પેઢીના રુદ્ર સાથે જેકુરબેન દ્રશ્યમાન છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj