અમરેલીના બસપોર્ટમાં દુર્ઘટના સર્જાતા 12 મુસાફરોનું રેસ્કયુ : અંતે મોકડ્રીલ જાહેર

Local | Amreli | 09 May, 2025 | 11:54 AM
108, ફાયર, પોલીસ, સુરક્ષાની ચકાસણી કરાઇ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા. 9
 ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી બસપોર્ટ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી અમરેલી શહેરમાં નાગરિકો અવગત થાય તે માટે, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108, પોલીસ વિભાગના આંતરિક સંકલનથી મુસાફરોથી ભરેલા બસમથકમાં બનતી ત્વરાએ રાહત અને બચાવ કામગીરી મોકડ્રીલના માધ્યમ કરવામાં આવી હતી. 

નિવાસી અધિક કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ અને ફાયર અધિકારી એચ.સી. ગઢવીના દિશાનિર્દેશમાં યોજાયેલ આ મોકડ્રીલના પ્રારંભે બસપોર્ટની સૂચના માટેની પ્રસારણ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સૂચિત મોકડ્રીલ વિશે અવગત કરવામાં આવ્યા હતા. 

પળવારમાં જ બસપોર્ટ ખાતે 108ની 3 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઇટર, 2 વાહનો, રેસ્ક્યુ સાધનો સાથે જવાનો દોડી આવ્યા હતા. આ મોક઼ડ્રીલમાં 12 જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરી અને તેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા. આગ બૂઝાવવા માટેના વિવિધ ઉપકરણો દ્વારા ફાયર બ્રિગેડે આ સ્થિતિને કાબૂ લેવા નિદર્શન કર્યુ હતુ. 

મોકડ્રીલમાં ફાયર બ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108, પોલીસ વિભાગનું આંતરિક સંકલન સારું રહ્યું છે.  મોકડ્રીલ પૂર્ણ થયેથી નાગરિકોને વિવિધ પરિસ્થિતિમાં તેમણે શું કરવું તે અંગે તેમને  માહિતગાર કરવામાં આવ્યા હતા. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj