ભાવનગરમાં એરપોર્ટની પાછળ જુગાર રમતા 14 શકુનિઓ ઝડપાયા

Local | Bhavnagar | 11 June, 2024 | 10:34 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.11
ભાવનગરમાં એરપોર્ટ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 15 શખ્સોને  ડી.વાય.એસ.પી. સ્ક્વોડે ઝડપી લઇ રોકડ રકમ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષકને મળેલી બાતમીના આધારે ડી.વાય.એસ.પી. સ્ક્વોડ દ્વારા શહેરના એરપોર્ટની પાછળના ભાગે બાપુનગર નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 14 ઇસમો વિજય જેન્તીભાઈ મકવાણા, સાગર મનસુખભાઈ કંટારીયા, નિલેશ કરશનભાઈ પરમાર, માનસુર કાળુભાઈ ચુડાસમા, હરપાલસિંહ મનુભા રાણા, શૈલેષ મંગાભાઈ બારૈયા, સુરેશ ભુપતભાઈ રાઠોડ, ભાવેશ રવજીભાઈ મકવાણા, કલ્પેશ ગણેશભાઈ બાંભણિયા, ગોવિંદ ભગવાનભાઈ બારૈયા, અનિલ જીવરાજભાઈ મકવાણા, રાજેશ અંબાશંકરભાઈ જોશી, હિરેન દિનેશભાઈ કંસારા અને ભરત શાંતિલાલ ચૌહાણને ઝડપી લીધા હતા.

 ડી.વાય.એસ.પી. સ્ક્વોડે પટમાંથી રૂ.45,940/- રોકડા,02  મોબાઈલ ફોન, કિં. રૂ.11,200/-  જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.57,140/-  નો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા ઝડપાયેલા તમામ ઈસમો વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj