આજ રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉં ભરેલા 1000 થી વધુ વાહનોની આવક થઈ હતી. હાલ બારમાસી વસ્તુ ભરવાની સીઝન ચાલી રહી છે. તેના માટે રોજ યાર્ડમાં મબલખ માલની આવક થઈ રહી છે.
જેમાં 150000 મણ ઘઉંની આવક (એક લાખ પચાસ હજાર) થયેલ છે. તમામ ઘઉં ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી.
રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા,વા.ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy