ગાંધીનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં હાઇ લેવલની મિટિંગ યોજી હતી.
જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી. હાલ કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, સહિતના સરહદી જિલ્લાને હાઇ એલર્ટ પર મૂકી પર ચાંપતી નજર રખાઇ રહી છે.
રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટરોને કચ્છ-ભૂજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તાત્કાલિક અસરથી ફરજ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદથી 75 એમ્બ્યુલન્સ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર મોકલાઈ હતી.
જો ઇમર્જન્સીની સ્થિતિ થાય તો એને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આપ્યો છે. આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.
આજની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોષી સહિત મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy