નવી દિલ્હી તા.19
દેશના 17 સાંસદોને સંસદરત્ન પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. આ પુરસ્કાર સાંસદોના બિનસરકારી વિધેયક લાવવા, સંસદમાં સવાલ પૂછવા, ચર્ચાઓમાં ભાગ લેવા સહિત અન્ય કાર્યોના આધારે નકક કરવામાં આવે છે.
આ પુરસ્કાર પ્રાઈમ ફાઉન્ડેશન તરફથી શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષના વિજેતાઓની પસંદગી જયુર કમીટીએ કરી, જેની અધ્યક્ષતા હંસરાજ અહિટ (રાષ્ટ્રીય પછાત વર્ગ પંચના અધ્યક્ષ) એ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પુરસ્કાર એ સાંસદોને અપાય છે.
જેમણે લોકશાહીને મજબૂતી આપવાનો ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. 16મ અને 17મી લોકસભામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ચાર સાંસદો- ભતૃહરિ મહતાબ (ભાજપ), સુપ્રિયા શૂલે (એનસીપી-એસપી), એમ.કે.રામચંદ્રન (આરએસપી) અને શ્રીરંગ અપ્પા બારણે (શિવસેના)ને વિશેષ સન્માનથી પુરસ્કૃત કરાશે.
સંસદરત્ન પુરસ્કારથી અન્ય સાંસદો- સ્મિતા વાઘ (ભાજપ), નરેશ ગણપતિ મ્હારકે (શિવસેના), મેઘા કુલકર્ણી (ભાજપ), રવિકિશન (ભાજપ), બિદ્યુત બારન મહેતા (ભાજપ), મદન રાઠોડ (ભાજપ), દિલીપ સૌકિઆ (ભાજપ), અરવિંદ સાવંત (શિવસેના- ઉદ્ધવ ઠાકરે જૂથ), વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ), પ્રવિણ પટેલ (ભાજપ), નિશિકાંત દુબે (ભાજપ), પી.પી.ચૌધરી (ભાજપ), સી.એન. અન્નાદુરે (ડીએમકે)નો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સંસદરત્ન પુરસ્કારની શરૂઆત 2010માં થઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy