અમદાવાદ: ભારત એ વિશ્વનું ફાર્મા હબ બની રહ્યું છે તો ગુજરાત એ દેશનું સૌથી મોટું 183 નવા ફાર્મા પ્લાંટને મંજુરી આપવામાં આવી છે જે દેશમાં સૌથી વધુ છે. રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટીના કમીશ્નર ફાર્મા ઉત્પાદક રાજય બની ગયુ છે અને આ સ્થિતિ મજબૂત કરી અને 2024/25ના નાણાકીય વર્ષમાં રાજયમાં એસ.જી.કોશીયાએ આ માહિતી આપતા જણાવ્યુ હતું.
2021 બાદ સમગ્ર દેશમાં એક જ સર્વેમાં આ સૌથી વધુ મંજુરી છે અને માર્ચ 2019 પછી સરકારે કુલ 800 નવા પ્લાંટને મંજુરી આપી છે અને ગુજરાત એ વિશ્વની ફાર્મસી બનશે. શ્રી કોશીયાએ માહિતી આપી કે સરેરાશ આ પ્રત્યેક પ્લાંટ પાછળ ઓછામાં ઓછુ રૂા.50 કરોડનું રોકાણ થશે અને અનેક મોટા પ્લાંટ પણ છે.
કુલ રૂા.12000 કરોડથી વધુનું રોકાણ આવી રહ્યું છે. આ ક્ષેત્રના નિષ્ણાંતના જણાવ્યા મુજબ ગુજરાતમાં વધુ ફાર્મા ઉદ્યોગો આવે તેના અનેક કારણો છે. સૌપ્રથમ તો રાજય ઈનવેસ્ટર-ફ્રેન્ડલી છે અને ઔદ્યોગીક શાંતિ છે.
અગાઉ અન્ય રાજયોએ ફાર્મા ઉદ્યોગ માટે અનેક કરરાહતો જારી કરી તેથી ગુજરાતના અનેક ઉદ્યોગો હિમાચલપ્રદેશ ઉતરાખંડમાં ખેચાઈ ગયા હતા પણ હવે જીએસટીના આગમન બાદ તમામ રાજયો વચ્ચે કરવેરાની સમાન સ્થિતિ બની છે.
જેના કારણે ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે ઝડપ આવી છે. ઉપરાંત ગુજરાતનું ડ્રગ કંટ્રોલ ઓથોરિટીનો પણ સહયોગ છે અને જે રીતે ડ્રગ-કંટ્રોલ વ્યવસ્થા છે.
તેનાથી રાજયમાં ઉત્પાદીત થતી દવાઓ આંતરરાષ્ટ્રીય ગુણવતાની હોવાનું નિશ્ચિત થાય છે. દેશના કુલ ફાર્મા ઉદ્યોગના 20% ગુજરાતમાં છે અને ઉત્પાદનમાં 31%નો ફાળો છે અને મોટા નવા પ્લાંટ એ નિકાસલક્ષી બની ગયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy