રાજકોટ, તા.12
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. નફારૂપી વેચવાલીના દબાણથી હેવીવેઇટ શેરો નબળા પડતા સાથે સેન્સેક્સમાં 250 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
શેરબજારમાં આજે શરુઆત સ્થિર ટોને થયા બાદ બપોરે સુધી બેતરફી વધઘટે અટવાતું રહ્યું હતું. ત્યારબાદ એકાએક વેચવાલીનું દબાણ શરુ થઇ જતાં રેડઝોનમાં ઉતરી ગયું હતું. નવા કારણોની ગેરહાજરીથી ટોન નબળો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવી ખરીદીનો ટેકો મળે તેવા કારણો ન હોવાથી વસવસો હતો. એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડતા વિપરીત અસર હતી. નાણાં સંસ્થાઓના વેપાર ધીમા પડી ગયા હતા.
શેરબજારમાં આજે રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સમાં આગની ઘટનાને પગલે તેના શેરમાં 8 ટકાનું ગાબડું હતું. ગઇકાલે 451.70ના ભાવે રહેલો શેર આજે ઘટીને 406.55 થઇને 416 સાંપડ્યો હતો.
આ સિવાય ટીસીએસ, ટેક મહિન્દ્ર, અદાણી પોર્ટ, ભારતી રીટેઇલ, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝ, વારી એનર્જી ઉંચકાયા હતા. એશિયન પેઇન્ટસ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, કોટક બેંક, લાર્સન, મારૂતી, એનટીપીસી, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાઇટન, હીરો મોટોમાં ઘટાડો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy