વન જૈન યુકે: લંડનમાં 35થી વધુ જૈન સંસ્થાઓ દ્વારા

તા.14 જુલાઈના મહાવીર નિર્વાણ કલ્યાણકના 2550 વર્ષની ભવ્યાતિત ઉજવણી કરાશે: તૈયારીઓનો ધમધમાટ

Local | Rajkot | 30 May, 2024 | 03:55 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.30
સમગ્ર યુનાઈટેડ કિંગડમમાં 35થી વધુ જૈન સંસ્થાઓ સાથે મળીને આગામી તા.14મી જુલાઈના રવિવારે સવારે 8થી સાંજના સાત સુધી હેરોલેઝર સેન્ટર, ક્રાઈસ્ટ ચર્ચ એવ હેરો (લંડન) ખાતે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ કલ્યાણકના 2550માં વર્ષની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે ‘વન જૈન યુકે’ના શીર્ષક હેઠળ ઉજવવામાં આવનાર છે. જેમાં યુકેમાં વસતા સમસ્ત જૈન પરિવારો ઉપરોક્ત કાર્યક્રમમાં જોડાશે.

કાર્યક્રમની વિગતો અનુસાર તા.14મી જુલાઈના રવિવારે સવારે શોભાયાત્રા, ત્યારબાદ મહાવીરવાણી અને પાંચ કલ્યાણકની ઉજવણી કરાશે. સવારે અલ્પાહાર, બપોર-સાંજના ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ઉપરોક્ત કાર્યક્રમને ભવ્ય બનાવવા 200થી વધુ સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યાં છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિઓ, લોર્ડસ, સંસદના સભ્યો, મેયર, કાઉન્સીલરો, દાતાઓ, જૈન વિદ્વાનો પધારશે. આ પ્રસંગે ભારતથી હર્ષિલ મોક્ષીત ઉપસ્થિત રહીને પ્રભુભક્તિ કરાવશે. ઉપરોક્ત આયોજનમાં નેમુભાઈ અંદરીયા, જૈનોલોજી સંસ્થાના મેહુલ સંઘરાજકા, નિરજ સુતરીયા (મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ વન જૈન) મુકેશ કપાસી (મહાવીર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ), રાજેશ જૈન (જૈન વિશ્ર્વભારતીના ટ્રસ્ટી, આચાર્ય વિદ્યાસાગર દિગંબર જૈન ચેરીટેબલ ટ્રસ્ટ લંડન યુકેના અભિષેક જૈન સહિત જૈન સમુદાયના અગ્રણીઓ ઉજવણીને સફળ બનાવવા અથાક જહેમત ઉઠાવી રહ્યાં છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj