દિલ્હી, તા.14
કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, કેમ કે અહીં ઘરોના ભાવ ખૂબ જ વધી ગયા છે. જોકે સાઉથ કોરિયાના સોલ શહેરની વાત કરીએ તો મુંબઈ પણ સસ્તું લાગશે.
તાજેતરમાં લિડિયા રઉંકા નામની 27 વર્ષની યુવતીએ સાઉથ કોરિયાના સોલમાં તે ક્યાં રહે છે એનો વિડિયો શેર કર્યો છે. તેનું કહેવું છે કે સોલમાં તે એવડું જ ઘર અફોર્ડ કરી શકે છે જે લગભગ તિજોરી કરતાં થોડુંક મોટું છે.
જર્મનીના ફ્રેન્કફર્ટની લિડિયા સોલ ભણવા માટે ગઈ છે. તેને સસ્તું પડે એ માટે તે એક માઈક્રો અપાર્ટમેન્ટમાં રહે છે. આ અપાર્ટમેન્ટમાં કિચન તો છે જ નહીં. સૂવા માટે પાતળો બેડ છે અને એને તરત અડીને ટોઇલેટ છે. બેડની સામે તમે ઊભા થાઓ એટલે મિનિએચર સાઇઝની ખુરસી અને ટેબલ છે અને ઉપર નાની-નાની શેલ્ફ બની છે.
77 સ્ક્વેર ફુટનું આ ઘર આઠ ફુટ ડ નવ ફુટનું છે. કોરિયામાં એને ગોશિવોન એટલે કે માઈક્રો હોમ કહેવાય છે. એમાં સિંગલ બેડ,ટેબલ-ખુરસી, શેલ્ફ, સ્મોલ ફ્રિજ અને સ્મોલ ટોઇલેટ હોય છે. આટલી જગ્યાનું ભાડું 328 ડોલર એટલે કે લગભગ 28,000 રૂપિયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy