લોકસભા ચૂંટણીના ટ્રેન્ડને પગલે ફરી એમવીએ સત્તામાં આવશે?

મહારાષ્ટ્રમાં એનડીએના 40 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના દાવાથી હડકંપ

India | 11 June, 2024 | 04:33 PM
કોંગ્રેસ નેતા વાડટ્રીવારનો સનસનીખેજ દાવો: એનસીપીના 19-30 ધારાસભ્યો પણ શરદ પવારના પક્ષમાં પાછા ફરવા ઉત્સુક
સાંજ સમાચાર

મુંબઇ, તા.11

મહારાષ્ટ્રમાં ફરી સત્તાને મહાભારત થવાના એંધાણ વર્તાિ રહ્યા છે. એનડીએના 40 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના દાવાથી રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે સોમવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા 40 ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ અઘાડી (ખટઅ)માં જોડાઈ શકે છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે  કહ્યું હતું કે, "મહાયુતિના ઘટક દળ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આગામી એક મહિનામાં ’ઘર વાપસી’ માટે કોંગ્રેસ અને NCP (SP)ના સંપર્કમાં છે."

વાડેટ્ટીવારે કહ્યું, "અમને વિશ્ર્વાસ છે કે મહા વિકાસ અઘાડી - કોંગ્રેસ, શરદ પવારની NCP  અને ઉદ્ધવ ઠાસરેની આગેવાની હેઠળની શિવસેનાનું ગઠબંધન - મહારાષ્ટ્રમાં ફરી સત્તામાં આવશે." રાજ્યમાં 288 સભ્યોની વિધાનસભા છે. લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દર્શાવે છે કે MVA 150 રાજ્ય વિધાનસભા સેગમેન્ટમાં આગળ હતું જ્યારે મહાયુતિએ તેમાંથી 130માં લીડ મેળવી હતી. 

વિજય વાડેટ્ટીવારે કહ્યું કે શિવસેના અને એનસીપીના અન્ય દળના 40 ધારાસભ્યોેને અહેસાસ થયો કે ખટઅ સત્તામાં આવી રહ્યું છે. તે જ કારણ છે કે તેઓ તેમના પક્ષના નેતાઓને ઘરવાપસી માટે કહી રહ્યા છે. શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતે પણ આ વાતની પુષ્ટિ કરી કે અન્ય સમૂહના કેટલાક ધારાસભ્યોેએ પણ આ બાબતે સંકેતો આપેલા છે. 

વિજય વડેટ્ટીવારનું આ નિવેદન NCP(SP)ના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા કરવામાં આવેલા આવા જ દાવાના થોડા દિવસો બાદ આવ્યું છે. રોહિત પવારે કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળના NCPના લગભગ 19-20 ધારાસભ્યો શરદ પવારના પક્ષમાં પાછા ફરવા માંગે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj