હળવદની વડનગર સોસાયટીમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા

Crime | Morbi | 16 May, 2025 | 10:53 AM
મકાનમાલિક ફરાર: 78,600 ની રોકડ કબ્જે
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી, તા.16
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેતા હકા રબારીના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા (42) રહે. જુના પોલીસ સ્ટેશન સામે હળવદ, સુરેશ સીધાભાઈ ભદ્રેસીયા (36) રહે.

પંચમુખી ઢોરો હળવદ, જયંતી મનજીભાઈ ચાવડા (28) રહે. કૃષ્ણનગર સોસાયટી હળવદ, ચેતન પ્રેમજીભાઈ કરોતરા (26) રહે, જૂના પોલીસ સ્ટેશન સામે હળવદ, ભરત રાઘવજીભાઈ કારોલીયા (49) રહે. આનંદ પાર્ક હળવદ અને અશ્ર્વિન રમેશભાઈ નિમ્બાર્ક (71) રહે. ગ્રીનપાર્ક સોસાયટી હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 78,600 ની રોકડ કબજે કરી હતી. 

જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી હકા કરમણભાઇ રબારી હાજર ન હોય તેના સહિત કુલ 7 શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ઘરધણીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વરલી જુગાર
મોરબીના જાંબુડીયા નજીક આવેલ ઓવરબ્રિજ નીચેના ભાગમાં વરલી જુગારના આંકડા લેતો કિરીટ મનસુખભાઈ સોલગામા (56) રહે. જાંબુડીયા મળી આવ્યો હતો જેથી 480 ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj