મુંબઈ: અમીરખાન અને તેની નવી પાર્ટનર ગૌરી સ્પ્રાટ ચીનમાં યોજાયેલ મકાઉ ઈન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે ચાઈનીઝ એકટ્રેસ શેન તેંગ અને એકટર મા લી જોવા મળ્યા હતા.
આમીર ખાને કલાત્મક કાળો કુર્તો અને પાયજામા પહેર્યો હતો અને ઉપર ભારે જાણકારેલી શાલ પણ ઓઢી હતી. જયારે ગૌરી ફલોરલ સાડીમાં ભવ્ય દેખાતી હતી. બન્નેએ સમારોહ દરમિયાન તસવીરકારોને પોઝ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 14મી માર્ચે આમીર ખાન તેનો 60મો જન્મ દિવસ ઉજવ્યો હતો. અમીર ખાને ગૌરી સાથેના સંબંધોને સ્વીકૃતિ આપી હતી આમીર ખાને કહ્યું હતું કે મને લાગે છે કે આ સારો પ્રસંગ છે કે તમને તેને (ગૌરી) મળવાનો મોકો મળ્યો.
તે (ગૌરી) બેંગ્લોરની છે અને અમે એકબીજાને 25 વર્ષથી ઓળખીએ છીએ. તે મુંબઈ આવી અને અમે અકસ્માતે મળી ગયા, અમે સતત ટચમાં રહ્યા અબે બધું ‘કુદરતી’ થઈ ગયું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy