એક એસીપી, પીઆઇ સહિત 70 પોલીસમેનની સીવીલમાં કાબીલેદાદ કામગીરી: સતત સ્વજનોનું કાઉન્સીલીંગ કર્યું

Local | Rajkot | 30 May, 2024 | 04:23 PM
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મૃતદેહોને સિવિલ હોસ્પીટલમાં પીએમ રૂમમાં લઇ આવ્યા બાદ સર્જાયેલ અફડાતફડીને પોલીસે કુનેહપૂર્વક કામ કરી વાતાવરણ જાળવી રાખ્યું: એસીપી રાધિકા ભારાઇ, પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ જનકાંત સહિતના પોલીસ સ્ટાફે રાત-દિવસ કામ કરી મૃતકોના સ્વજનોને પરિવારજનની જેમ જ સાંત્વના આપી
સાંજ સમાચાર

રાજકોટ, તા.30

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં  27 લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા મૃતકોની ઓળખ મેળવવી પણ મુશ્કેલ બને તેમ સળગી ગયા હતા. જે બાદ મૃતદેહોને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આક્રોશ સાથે ધસી આવેલા ગુમ થયેલા લોકોના પરિવારજનોએ શરૂઆતમાં હોબાળો મચાવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેમની સામે શહેર પોલીસે કાબીલેદાદ કામગીરી કરી પોતાના પરિવારજનોની જેમ સરાહના આપી વાતાવરણને શાંત કરી તમામ મૃતદેહો પોતાના પરિવારજનોને સોંપ્યા હતા. 

શહેરમાં બની ગયેલ દુર્ઘટના બાદ સૌથી અઘરુ કામ સીવીલ હોસ્પીટલની સ્થિતિ સંભાળવી પોલીસ માટે હતી. જે મામલે ત્વરીત એસીપી રાધિકા ભારાઇને સીવીલ હોસ્પીટલનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અને પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ જનકાંત અને અલગ-અલગ પોલીસ મથકના 70થી વધુ પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે બોલાવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ માટે પણ આ સ્થિતિ કરૂણ હતી. 

પુરેપુરા સળગેલા મૃતદેહ અને તેની સામે આક્રંદ કરી રહેલા પરિવારજનોને જોવું તેમનું પણ હૃદય પીગળી ગયું હતું. ગઇ તા.25ના રાતના સમયે એક બાદ મૃતદેહો સીવીલ હોસ્પીટલે  આવવા લાગ્યા તેમ ટીઆરપી ગેમઝોનમાં ગયેલા લોકોના પરિવારજનો પણ સીવીલ હોસ્પીટલે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. એક સમયે તો અફડાતફડીનો માહોલ ઉભો થયો હતો ત્યારે એસીપી સહિતના પોલીસ સ્ટાફે એક-એક પરિવારજનોને પર્સનલી વાતચીત કરી સંવેદના આપી કાઉન્સલીંગ કર્યું હતું જેથી મૃતકના પરિવારજનોનો રોષ ઠંડો પડ્યો હતો. 

જે બાદ સતત પાંચ દિવસ એસીપી રાધિકા ભારાઇ અને સ્ટાફે નિયમિત મૃતકના પરિવારજનો સાથે રહી સાંત્વના પાઠવી અલગ-અલગ 27 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપ્યા હતા. જે તેમના માટે પણ એક કરૂણદાયી કામગીરી હતી.

►કરૂણ સમયે ફરજમાં સાંજનું જમવાનું કોન્સ્ટેબલ સવારે જમ્યા

સિવિલ હોસ્પીટલે પીએમ રૂમમાં બંદોબસ્તમાં રહેલા અને હાલ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કૃષ્ણભાઇ રાઠોડ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી કાઉન્સીલીંગ કરી રહ્યા હતા ત્યારે ગયા મંગળવાર રાત્રે તેમનું જમવાનું આવ્યું હતું પરંતુ કરુણાંતિકા જોઇ ફરજમાં ઓતપ્રોત રહેલા કોન્સ્ટેબલે બીજા દિવસે સવારે રાતનું જમવાનું જમ્યા હતાં. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj