બોકારો તા.21
જિલ્લામાં લુગુ પહાડની તળેટીમાં પોલીસ અને સીઆરએફની ટીમની નકસલીઓ વચ્ચેની અથડામણમાં 8 નકસલીઓ ઠાર થયા હતા. જેમાં એક કરોડનો ઈનામી માઓઈસ્ટ વિવેક પણ માર્યો ગયો હતો. સવારે 4 વાગ્યાથી અથડામણ શરૂ થઈ હતી.
સુરક્ષા દળોમાં તેમની આગેવાનીમાં કોલસા ક્ષેત્રના ડીઆઈજી સુરેન્દ્રકુમાર ઝા, એસ.પી. મનોજ સ્વર્ગિયાટી સહિત અન્ય અધિકારીઓએ નકસલીઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 209 કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એકશન (કોબરા)ના જવાનો એ અભિયાન ચલાવ્યું છે. જેમાં 8 નકસલી ઠાર થયા છે અને બે ઈસાસ રાયફલ, એક સેલ્ફ લોડીંગ રાયફલ (એસએલઆર) અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. સુરક્ષાકર્મીઓમાં કોઈ ઘાયલ થયાના ખબર નથી. કોબરા સીઆરપીએફ જંગલનું ખાસ એકમ છે.
ગ્રામીણોના જણાવ્યા અનુસાર સવારે 4 વાગ્યાથી જ લુગુ પહાડની તળેટની ચોટગાંવા મુંડાટોળી પાસે ગોળીઓની તડતડ અવાજ સંભળાતા આંખ ખુલી હતી. બહાર આવીને જોયું તો મોટી સંખ્યામાં પોલીસ દળ આસપાસના વિસ્તારોમાં મોજૂદ હતું. આસપાસની વિસ્તારોમાં પોલીસે સઘન તપાસ અભિયાન શરુ કરી દીધું છે. સવારે 4 વાગ્યે જ સુરક્ષા દળોએ નકસલીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy