(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.16
સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામના રામ મંદિર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આઠ ઈસમોને કુલ કિં.રૂા. કુલ 1,37,900ના મુદામાલ સાથે સાયલા પોલીસે પકડી ગુનો નોંધેલ છે.
ડી.ડી. ચુડાસમા ઈ.પો. ઈન્સ. સાયલા પો.સ્ટે.નાઓ તથા તાબાના સ્ટાફે ચોરવીરા ગામમાં ગઢ વિસ્તારમાં મેઈન બજારમાં રામજી મંદિર પાસે જાહેર જગ્યામાં જુગાર રમતા બાબભાઈ લખુભાઈ ખાચર જાતે કાઠી દરબાર રહે.
ચોરવીરા તા.સાયલા ભરતભાઈ જાદવભાઈ મારૂણીયા જાતે ચુ.કોળી રહે. કંસાળા, આલકુભાઈ બહાદુરભાઈ ખાચર જાતે કાઠી દરબાર રહે. ચોરવીરા (થાન) વનરાજભાઈ વીકુભાઈ ખાચર જાતે કાઠી દરબાર રહે. ચોરવીરા (થાન) હરદીપભાઈ અનકભાઈ ખાચર જાતે કાઠી દરબારી રહે. ચોરવીરા (થાન) ગભરૂભાઈ જવેરભાઈ માથાસુરીયા જાતે દેવીપૂજક મુળ રહે કાનપર, હાલ રહે. વીકાસ હોટલ પાછળ માટેલ રોડ વાંકાનેર તા.વાંકાનેર જી. મોરબી રસીકભાઈ ધુડાભાઈ સાબળીયા જાતે ત.કોળી રહે.
ચોરવીરા (થાન) ગોવીંદભાઈ જીવરાજભાઈ સાબળીયા જાતે ત.કોળી. રહે. ચોરવીરા (થાન)ને રોકડ રૂા.27,900 મો.ફોન નંગ 7ની કિં.રૂા.35,000, તથા મો.સા.નંગ 4 રૂા.75 હજાર એમ કુલ રૂા.1,37,900ના મુદામાલ સાથે પકડી ગુનો નોંધેલ છે. રેઈડ દરમિયાન પ્રતાપ ભુપત ખાચર નાસી ગયો હતો.
આ કામગીરી ડી.ડી. ચુડાસમા ઈ.પો.ઈન્સ. સાયલા પો.સ્ટે. એએસઆઈ ફારૂકભાઈ ઉસ્માનભાઈ સીદાતર તથા પો.હેડ કોન્સ. જયપાલસિંહ રાઠોડ તથા પો.કો. રવિરાજસિંહ ગીરીરાજસિંહ તથા પો.કો. સુરેશભાઈ ભોટાભાઈ રીતેની ટીમ દ્વારા કામગીરી કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy