બામણબોરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખડકાયેલા 80 મકાનો તોડી પડાશે

Local | Rajkot | 11 June, 2024 | 04:38 PM
મામલતદાર તંત્ર દ્વારા ઓપરેશન ડીમોલીશન માટે ગોઠવાતો તખ્તો
સાંજ સમાચાર

રાજકોટ તા.11
 રાજકોટ શહેર જીલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોને તોડી પાડવા માટે જીલ્લા કલેકટર તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં બામણબોરની સરકારી જમીન પર પણ ગેરકાયદે રીતે 70થી 80 જેટલા મકાનો ખડકાઈ ગયા હોય તેનું ડીમોલીશન કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા તખ્તો ગોઠવી દેવામાં આવેલ છે.

 જીલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો કરનારાઓ પર તુટી પડવા માટે રાજય સરકારના મહેસુલ વિભાગ અને જીલ્લા કલેકટર તંત્ર દ્વારા આદેશ આપવામાં આવેલ હોય રાજકોટ શહેર અને જીલ્લામાં સરકારી જમીન ઉપર અનઅધિકૃત રીતે પેશકદમી કરનારાઓને મામલતદારો દ્વારા ધડાધડ નોટીસો ફટકારવામાં આવી રહી છે.

 અગાઉ કોઠારીયામાં પણ ઓપરેશન ડીમોલીશન હાથ ધરી કિંમતી સરકારી જમીન દબાણો હટાવી ખુલ્લી કરવામાં આવી હતી. જે બાદ હવે બામણબોરમાં પણ સરકારી ખરાબાની જમીનો પર 70થી 80 જેટલા મકાનો ખડકાઈ ગયેલા હોય તેને તોડી પાડવા માટે મામલતદાર દ્વારા તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે.

આગામી ટુંક સમયમાં મામલતદાર તંત્ર દ્વારા આ ડીમોલીશન હાથ ધરવામાં આવનાર છે. અહીં એ પણ ઉલ્લેખનીય છેકે માંડા ડુંગરમાં પણ અનઅધિકૃત ખડકાયેલા દબાણોનું લીસ્ટ તૈયાર કરી તેને હટાવવા માટે નોટીસો આપવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj