ભારે ગરમીના કારણે વૃદ્ધોના મૃત્યુદરમાં 85 ટકાનો વધારો

India | 30 May, 2024 | 12:16 PM
2000 થી 2019 સુધી, ડબલ્યૂએચઓએ 2000 બારડેટાનો અભ્યાસ કર્યો
સાંજ સમાચાર

નવી દિલ્હી,  તા.30 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ મુજબ વિશ્વના તમામ વિસ્તારોમાં ગરમીમાં મોટા પાયે વધારો થયો છે. સખત તાપમાનના કારણે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ગરમીના કારણે મૃત્યુદરમાં 85 ટકાનો વધારો થયો છે. આ ડેટા 2000 થી 2004 અને 2017 થી 2021 નો છે.

 

વધતા તાપમાનથી આવી રીતે બચો 

♦ દિવસના સૌથી ગરમ સમયમાં બહાર જવાનું ટાળો.

♦ છાયામાં રહેવું અથવા ઠંડી જગ્યાએ 2-3 દિવસ પસાર કરવો 

♦ તમારા ઘરને ઠંડુ રાખો

♦ ગરમીની ચેતવણીઓની જાણકારી રાખવી 

♦ તમારા શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું 

♦ નરમ અને ઢીલા કપડાં અને પથારીનો ઉપયોગ કરવો 

♦ કલાક દીઠ 1 કપ પાણી, દરરોજ 2- 3 લિટર પાણી પીવું

એશિયામાં મૃત્યુની સંખ્યામાં 45%, યુરોપમાં 36% વધી 

 

ગત વર્ષે 26 દિવસથી વધુ ગરમી રહી 
એક અહેવાલમાં દાવો કર્યો છે. જે ગયા વર્ષે વિશ્વમાં સરેરાશ 26 દિવસ સુધી ભારે ગરમીનો અનુભવ થયો. રેડ ક્રોસ ક્લાઈમેટ સેન્ટર, વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન અને ક્લાઈમેટ સેન્ટ્રલના વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ હાથ ધર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધારાની ગરમી માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. વિશ્વભરમાં આત્યંતિક હવામાનની તીવ્રતા વધારવા માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના ક્લાઈમેટ મોનિટર કોપરનિકસ અનુસાર, 2023 રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષ હતું.

 

આબોહવા પરિવર્તનને કારણે તાપમાન વધ્યું 
અભ્યાસ માટે, વૈજ્ઞાનિકોએ 1991 થી 2020 સુધીના ડેટાનો ઉપયોગ કર્યો. આ સમયગાળા દરમિયાન, દરેક દેશના ટોચના 10 ટકા તાપમાનનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પછી 15 મે, 2024 સુધીના 12 મહિના ને જોવામાં આવ્યા હતા. જેથી એ જાણી શકાય કે તે સમયગાળા દરમિયાન કેટલા દિવસો તાપમાન અગાઉની મર્યાદાની અંદર કે તેનાથી વધુ રહ્યું. તે તારણ કાઢે છે કે માનવ સર્જિત આબોહવા પરિવર્તનને કારણે વિશ્વના તમામ સ્થળોએ સરેરાશ 26 દિવસની તીવ્ર ગરમીમાં વધારો થયો છે.

આરોગ્ય વધુ જોખમી બન્યું
અતિશય ગરમીથી કાર્ડિયોવેસ્ક્યુલર, માનસિક, શ્વસન અને ડાયાબિટીસ સંબંધિત આરોગ્ય જોખમો વધે છે. તે જ સમયે, ગરમ હવામાનને કારણે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ પણ વધે છે. ગરમીનું ઉચ્ચ સ્તર કામની ઉત્પાદકતા ઘટાડે છે. તે જ સમયે, ખૂબ જ ગરમ હવામાનમાં શીખવાની અથવા યાદ રાખવાની ક્ષમતાને પણ અસર થાય છે. ઠઇંઘ એ પણ હીટવેવને જોખમી વાયુ પ્રદૂષણની ઘટનાઓ સાથે જોડ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj