આઠ લાખની વસ્તીમાં ઘટાડો

જાપાનમાં વસ્તી ઘટવાને કારણે હવે 90 લાખ મકાનો ખાલી : મોટી સમસ્યા !!

World, Off-beat | 13 May, 2024 | 10:10 AM
સાંજ સમાચાર

ટોકયો : હાલમાં જાપાનમાં ખાલી પડેલા 90 લાખ મકાનો એક મોટી સમસ્યા છે. ઘટતો જન્મ દર અને વૃધ્ધાવસ્થા સરકાર માટે એક પડકાર છે. અહીં ખાલી પડેલા મકાનોની સંખ્યા 90 લાખથી વધુ છે, જે ન્યુયોર્ક શહેરની વસ્તી કરતાં વધુ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જાપાનની ઘટતી જતી વસ્તી આનુ કારણ છે. 

વસ્તી પિરામીડમાં ફેરફારો
જાપાનની વસ્તી પિરામીડ પણ બદલાઇ ગઇ છે. કાંડા યુનિવર્સિટી ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર જયોફ્રી  હોલે કહ્યું કે, ખાલી મકાનો પાછળનું મુખ્ય કારણ દેશની ઘટતી વસ્તી છે. 2022ની વસ્તી ગણતરી મુજબ. જાપાનની વસ્તી લગભગ 12 કરોડ છે. તેની વસ્તી અગાઉની સરખામણીમાં લગભગ આઠ લાખ જેટલી ઘટી છે. 

આ સિવાય મકાનો ખાલી રહેવાનું એક કારણ એ પણ છે કે ખાલી પડેલી જમીનની સરખામણીએ બાંધેલા મકાનો પર ઓછો ટેકસ લાગે છે, તેથી જ લોકો તેમની ખાલી પડેલી જમીન પર મકાનો બનાવે છે. જાપાનમાં, આ ખાલી મકાનો શહેરો કરતાં ગામડાઓમાં વધુ છે કારણ કે હવે ત્યાંના લોકો નિવૃતિ પછી ગામડાઓમાં જવાને બદલે નિવૃત્તિ ગૃહમાં જવાનું પસંદ કરે છે.

જોકે, જાપાન સરકારે કડક વલણ અપનાવ્યું છે અને લાંબા સમયથી ખાલી પડેલા મકાનોના  માલિકોને મકાનોનું નવીનીકરણ કરવા અથવા તેને જમીન પર તોડી પાડવા માટે કહી રહી છે.

ટોકયોના ઘરો પણ સુના છે 
ટોકયો : કુલ મકાનોમાંથી 14 ટકા મકાનો ખાલી છે. જાપાનમાં દર આઠમાંથી લગભગ એક ઘર ખાલી પડેલું છે. અકિયા તરીકે ઓળખાતા ખાલી મકાનો શરૂઆતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવેલા હતા. પરંતુ હવે આવા ઘરો ટોકયો અને કયોટો જેવા મોટા શહેરમાં પણ જોવા મળે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj