નવી દિલ્હી :
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉત્પાદકતા વધારવામાં ગેમ ચેન્જર સાબિત થઇ રહી છે, અને તેનાથી આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે. ગૂગલ અને કંતાર તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલાં એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યાં છે, ખાસ કરીને ગૂગલના જેમિનીનો ઉપયોગ કરી રહ્યાં છે તે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે.
ગૂગલ ડીપમાઇન્ડના સીનિયર ડાયરેક્ટર મનીષ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં 18 શહેરોના 8000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. એઆઈનો ઉપયોગ કરનારા 92 ટકા જેમીની યૂઝર્સે કહ્યું કે તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. 93 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની ઉત્પાદકતામાં જબરદસ્ત વધારો થયો છે અને 94 ટકા લોકોને તેની વાત વ્યક્ત કરવામાં સરળતા રહી છે.
♦ એઆઈને શીખવાની લાલસા :-
ગૂગલ ઇન્ડિયાના માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ શેખર ખોસલાએ જણાવ્યું હતું કે, "અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 75 ટકા લોકો એઆઇ જેવું દૈનિક વિકાસ કેલ્ક્યુલેટર ઇચ્છે છે, જે જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે."
ગૂગલના અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે 60 ટકા ભારતીયોને હજુ સુધી એઆઈ વિશે સંપૂર્ણ જાણકારી નથી, પરંતુ તેઓ તેને લઈને ઉત્સાહિત છે. લગભગ 72 ટકા લોકો તેમના રોજિંદા જીવનમાં વધુ ઉત્પાદક બનવા માંગે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy