ધ્રાંગધ્રા જેલનાં 96 કેદીઓની મેડીકલ તપાસ કરવામાં આવી

Local | Surendaranagar | 30 May, 2024 | 01:08 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 30
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.પર્વ દવે, ટીબી શાખાના નીલદીપભાઈ ગોસ્વામી અને એચઆઈવી શાખાના ચેતનભાઈ ચૌહાણની કુશળ આગેવાની હેઠળ જેલના કાચા કામના 96 જેટલાં કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેમજ સ્થળ ઉપર જ વાઇરલ ઇન્ફેકશન, શરદી, તાવ અને ઉધરસની દવાઓ પણ આપવામાં આવી હતી.

ધ્રાંગધ્રા ટીબી વિભાગ રાજ્ય સરકારના ટીબી મુક્ત ગુજરાત સૂત્રને સાર્થક બનાવવા સતત ઉત્તમ યોગદાન આપતું જોવા મળે છે.જેમાં વાઇરલ રોગો ફેલાયા હોય કે ડબલ ઋતુ હોય જ્યાં જ્યાં ટીબી અને એચઆઈવી જેવા રોગોની શક્યતાઓ દેખાય ત્યાં ધ્રાંગધ્રા ટીબી અને એચઆઈવી વિભાગ સંયુક્ત રીતે મેડિકલ ડ્રાઇવનું આયોજન હાથ ધરતા જોવા મળે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધ્રાંગધ્રા સબ જેલ ખાતે ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો.

જેમાં ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.પર્વ દવે, ટીબી શાખાના નીલદીપભાઈ ગોસ્વામી અને એચઆઈવી શાખાના ચેતનભાઈ ચૌહાણની કુશળ આગેવાની હેઠળ જેલના કાચા કામના 96 જેટલાં કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તેમજ સ્થળ ઉપર જ વાઇરલ ઇન્ફેકશન, શરદી, તાવ અને ઉધરસની દવાઓ પણ આપવામાં આવી હતી.

જેમાં બંદીવાન ભાઈઓના બ્લડ સેમ્પલ ચકાસી ટીબી ટેસ્ટ, એચઆઈવી ટેસ્ટ, ડાયાબિટીસ ચેકની સાથો સાથ હેપેટાઈટીસ બી અને સી સહિત સિફીંલીસ જેવા સંક્રમિત રોગો માટે આરપીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ તકે ધ્રાંગધ્રા સબ જેલના કમાન્ડર ઈશ્વરભાઈ ખાભલા અને કોન્સ્ટેબલ સુખદેવસિંહ ઝાલા દ્રારા મેડિકલ ચેક અપ દરમિયાન કેદીઓને હળવાશ રહે સાથો સાથ સબ જેલમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહે તેવી સુંદર વ્યવસ્થા જાળવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj