ટોકયો: કોઈ પૂછે કે તમે શું કામ કરો છો? તો જાપાનના 43 વર્ષના આ ભાઈનો જવાબ હોય છે, ‘અજાણ્યા લોકોનાં વખાણ કરવાનું કામ કરું છું.’ હા, ટોકયોની સ્ટ્રીટ પર તેઓ બેઠા હોય છે અને લોકોની પ્રશંસા કરીને પૈસા કમાય છે.
નવાઈની વાત એ છે કે લોકો તેમની પાસે આવે પણ છે. સ્ટ્રીટ પર તેઓ એક સાઈનબોર્ડ લઈને બેસે છે જેમાં રોજ કંઈક ક્રીએટીવ રીતે લખેલું હોય છે જેનો મતલબ થાય છે કે તમારે સાંભળવું હોય તો હું તમારાં વખાણ કરી શકું છું.’
કેટલાક લોકો કુતુહલવશ ઉભા રહે છે અને તેમની સાથે વાત કરવાની શરૂઆત કરે છે. આ ભાઈનો અંદાજ એટલો મજાનો છે કે તેઓ વાતવાતમાં સામેવાળા માટે પ્રશંસાનાં તોરણ બાંધવા માંડે છે. જેમને પોતાનાં વખાણ સાંભળીને મજા આવે તેઓ તેમને જેટલી ઈચ્છા થાય એટલા જેપનીઝ યેન તેના કલેકશન-બોકસમાં નાખે છે.
આ ભાઈ છેલ્લાં ત્રણ વર્ષથી આ કામ કરે છે અને એમાં તેઓ સારું એવું કમાઈ લે છે. આ નવતર પ્રયોગ કરવાનું કેવી રીતે સૂઝયું એના જવાબમાં સ્થાનિક ટીવી-ચેનલને જવાબ આપતાં વિડીયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે ‘ત્રણ વર્ષ પહેલાં હું મારા વતનમાં એક કંપનીમાં જોબ કરતો હતો, પણ પૈસા કમાયા પછી મને જુગારની જબરી લત લાગી ગઈ.
એમાં મેં મારી જોબ અને પરિવાર બન્ને ગુમાવ્યાં. પપ્પાની માંદગી માટે ગીરવી મુકેલું ઘર છોડાવવાના પૈસા ન રહેતાં ઘર હાથમાંથી જતું રહ્યું. પરિવારે સાથ છોડી દીધો અને હું ટોકયોની સ્ટ્રીટ પર રહેવા માંડયો. મારે એમ જ ભીખ માંગીને પૈસા નહોતા કમાવા, પણ લોકોને રીઝવવા માટે કંઈ પર્ફોર્મ કરી શકાય એવી કોઈ સ્કીલ મને નહોતી આવડતી.
એક વાર એક અજાણ્યા માણસ સાથેની વાતચીતમાં મેં પેલા માણસની પ્રશંસા કરી એટલે તેનું દિલ પીગળી ગયું અને તેણે મારા કલેકશન-બોકસમાં પૈસા મુકયા.’ બસ, એ ઘટના પછી તેણે નકકી કરી લીધું કે દુનિયામાં અનેક જખમો ખમી ચુકેલા લોકોને પોતાની પ્રશંસા કરે એવું કોઈક જોઈતું હોય છે. તેણે બીજાનાં વખાણ કરીને પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દીધો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy