જાફરાબાદના ટીંબી હાઇવેમાં દારૂ ભરેલી બોલેરો પકડાઇ

Crime | Amreli | 29 May, 2024 | 12:23 PM
દારૂ-મોબાઇલ, બોલેરો સહિત રૂા.11.82 લાખનો મુદ્દામાલ જપ્ત
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.29

ધારી તાલુકાના સેલ ખંભાળીયા ગામે રહેતા સજવીર બળવંતભાઈ વાળા તથા ધારી તાલુકાના વાવડી (રામવાળાની) ગામે રહેતા સુરેન્દ્ર અનકભાઈ ધાખડાએ  તા.28 ના રોજ સવારે 4/30 કલાકે ટીંબી ગામે પેટ્રોલપંપ સામે, હાઇવે રોડ ઉપર આવેલ ડીવાઇડર પાસે પોતાના કબ્જા વાળી બોલેરો જીપ નં.GJ-14-BD-0401 માં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 180 એમ.એલ.ની બોટલો નંગ-3100, કિમત રૂપિયા 3,72,000 તથા મોબાઇલ ફોન નંગ-2  કિમત રૂપિયા 10,000 તથા બોલેરો જીપ કીમત રૂપિયા.8,00,000 મળી કુલ રૂપિયા 11,82,000 ના મુદ્દામાલ સાથે બંને આરોપી હેરાફેરી કરતા પકડાઇ ગયા હતા. જ્યારે ઉના તાલુકાના મોઠા ગામે રહેતા આરોપી ભરતભાઈ પરમારએ ઉપરોકત મુદામાલની ગાડી ભરી બંને આરોપીને આપી અને પોતે હાજર નહિ મળી આવતા ત્રીજા આરોપીની શોધખોળ આદરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj