રાજકોટ,તા.21
ગઇકાલ તા.20ને રવિવારના રોજ રાજકોટ ખાતે જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉન ટાઉન તથા સંગિની ગ્રુપના નવા પદાધિકારીઓના પદ ગ્રહણ સમારોહ તથા નથી કે, જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ રાજકોટની આર્થિક રીતે નબળા ઘરની દિકરીઓને ગુણવતા યુક્ત શિક્ષણ મળે તે માટેની ભૌતિક સુવિધાની પૂર્તિ માટે એકવીસ લાખનો ચેક ડો. દર્શિતાબેન શાહ અને JSGIF ના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરાના વગ હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો.
ફાઉન્ડર પ્રેસિડન્ટ ડો. રાજૂ દર્શના કોઠારી, યોગેન રેણું મહેતા નવ નિયુક્ત પ્રમુખ સૌરભકોમલ સંઘવી, સેક્રેટરી નીરવ કોમલ વોરા, પ્રણવ તોરલ મહેતા, પરાગ મીના ઉદાણી, કુલદીપ કુંજલ વોરા, નિશિત સચી પારેખ તથા અન્ય પદાધિકારીએ પોતે તથા અન્ય દાતાઓ પાસેથી અનુદાન મેળવી 21 લાખથી વધુનું ભંડોળ એકઠું કરેલ હતું.
કે. જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ માટે ઉદયાચલ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડયા. પ્રમુખ નિદતભાઈ બારોટ, ખજાનચી ડો. ભાવેશભાઈ દવે, જયેશભાઈ મહેતા, રાજુભાઇ બોરીસાગર, સ્મિતાબેન રૂપાપરા, આચાર્યા વિજ્ઞાબેન જોષીને આ ભંડોળનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ ભંડોળમાંથી કે. જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલની દિકરીઓ માટે વિજ્ઞાનની પ્રયોગશાળા, પુસ્તકાલય અને પ્રાર્થના હોલના નવીનીકરણ કરવામાં આવશે. જૈન સોશિયલ ગ્રુપ અને સંગિની ગ્રુપના સદસ્યો દ્વારા દિકરીઓને ગણવેશ અને સ્કૂલબેગનું તથા સંદર્ભ પુસ્તકોની ભેટ પણ અપાઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy