ટીઆરપી ગેમઝોન આગકાંડ

કાલ્પનિક નામ આપી પોલીસને ગુમરાહ કરનાર હિતેષ ઉર્ફે વિજય પંડ્યા સામે ગુનો નોંધાયો

Crime | Rajkot | 30 May, 2024 | 04:17 PM
મંગળવારે સિવિલ હોસ્પિટલમાં જમવા આવેલાં યુવાને પીએમ રૂમ પાસે ભીડ જોઈ પોતાનો ભાણેજ અને બે પાડોશી ટીઆરપી ગેમઝોન કાંડમાં ગુમ થયાની નોંધ કરાવી
સાંજ સમાચાર

રાજકોટ. તા.30

ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ તંત્રને ગુમરાહ કરતાં લોકો લન સામે આવ્યા છે. જેમાં રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં અને રસોઈ બનાવવાનું કામ કરતાં હિતેષ ઉર્ફે વિજય પંડ્યાએ તેનો સગો ભાણેજ અને તેના બે પડોસી ગુમ થયાની પોલીસ નોંધ કરાવતાં પોલીસ દોડતી થઈ હતી અને અંતે તપાસ કરતાં યુવકે લખાવેલ ગુમ નોંધ ખોટી નીકળેલ હતી અને તેમને કહેલાં નામનો વ્યક્તિ જ નથી તેમ તેના ભાઈએ જણાવતાં પોલીસને ગુમરાહ કરવાનો ગુનો પ્ર. નગર પોલીસે નોંધી આરોપી હિતેષ ઉર્ફે વિજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી હતી.

પ્ર. નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર અને કોન્સ્ટેબલ ધર્મેશ મોણપરાએ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવ્યા હતાં ત્યારે એસીપી રાધિકા ભારાઈ અને પીઆઈ ભાર્ગવ ઝનકાંતની રાહબરીમાં બંદોબસ્તમાં હતાં ત્યારે એક વ્યક્તિએ આવીને કહ્યું હતું કે, મારો ભાણેજ અને બે પાડોશી પણ ગેમઝોન કાંડમાં ગુમ થયેલ છે.

જેથી પીઆઈ ભાર્ગવ ઝનકાંતની રાહબરીમાં પીએસઆઈ બી.વી.ચુડાસમાએ તે વ્યક્તિનું નામ પૂછતાં તેને હિતેશ ઉર્ફે વિજય લાભશંકર પંડ્યા (ઉવ.43),(રહે. રાજલક્ષ્મી સોસાયટી, શેરી નં20, કોઠારીયા મેઈન રોડ) હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેઓના ગુમ થયેલ પરિવારજન અંગે પૂછતાં તેના ભાણેજ પ્રિયાંશ જાની તથા તેના જુના પાડોશી મનોજ સાવલિય બે સંતાનો જેમાં ધવલ (ઉ.વ.17) અને રિયા (ઉ.વ.14) ગઈ તા.25 ના   ટીઆરપી ગેમ ઝોન ખાતે ગયા હતા. જે હજુ સુધી મળી આવેલ નથી.

જે ગુમ થયાની વાત કરતાં પોલીસને શંકા જતાં પ્ર. નગર પોલીસના સ્ટાફે તાત્કાલિક હિતેષ પંડ્યાની ઘરે દોડી ગયાં હતાં.જ્યાં તાળું મારેલ જોવા મળ્યું હતું. જે બાદ તે અટીકા ફાટક પાસે આવેલ કારખાનામાં કામ કરતો હોવાનું જણાવતાં કારખાને તપાસ કરતાં કારખાનાના માલિકે જણાવ્યું હતું કે, હિતેષ એક વર્ષ પહેલાં અહીં કામ કરતો હતો જે બાદ તે અહીં નથી આવ્યો જેથી પોલીસે ફરીવાર તેના ઘરે તપાસ કરવા દોડી ગઈ હતી. ત્યારે તેનો ભાઈ જે નાગપુર ગયો હતો. તે ઘરે પરત ફર્યો હતો અને આ બાબતે પૂછતાં તેને જણાવ્યું હતું કે, તેમનો કોઈ ભાણેજ કે પાડોશી ગુમ થયા નથી.

જેથી પોલીસે વિજય પંડ્યાની પૂછપરછ કરતાં તેને કબુલાત આપી હતી કે, પોતે કોઠારીયા મેઈન રોડ પર આવેલ અક્ષર હોટલમાં રસોયાનું કામ કરે છે અને પોતે સિવિલ હોસ્પિટલમાં જમવા આવ્યો ત્યારે પોતે મોટી સંખ્યામાં લોકો અને પોલીસને જોતા અન્ય લોકોને પોતાના સ્વજન શોધવામાં મદદ મળે તે માટે કાલ્પનિક નામ સાથેની ગુમ નોંધ લખાવી હતી. બાદમાં પ્ર. નગર પોલીસે આઈપીસી કલમ 211 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જે કામગીરી પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝનકાંત, પીએસઆઈ બી.વી.ચુડાસમા, એએસઆઈ ચેતન ચાવડા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર અને કોન્સ્ટેબલ ધર્મેશ મોણપરાએ કરેલ હતી.

►કોઈ પરિવારના સ્વજન ગુમ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કર

ટીઆરપી ગેમઝોન આગકાંડમાં હજું પણ કોઈ પરિવારના સ્વજન ગુમ હોય તો શહેર પોલીસને જાણ કરવાં અનુરોધ કરવામાં આવ્યો છે. જે અંગે પોલીસના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સ્વજન ગુમ થયાની જાણ કરી શકો છો.

એસીપી ક્રાઇમ ભરત બસીયા, મો.નં.9033690990, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા મો.નં.9687654989, બી. ડિવિઝન પીઆઈ એસ.એમ.જાડેજા મો.નં.9714900997, એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલા મો.નં.9825855350, ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડી.સી.સાકરીયા મો.નં.8000040050, ડીસીબી પો.સ્ટેશન નં.0281 2444165, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન નં.0281 2563340 અને  શહેર પોલીસ કંન્ટ્રલ રૂમ નં.0281 2457777 (100) નો સંપર્ક કરવા અનુરોધ કરવામા આવ્યો છે.

►એકલવાયું જીવન જીવતો હિતેષ સિવિલમાં જમવા આવ્યો અને પોલીસને ધંધે લગાડી
આરોપી હિતેષ પંડ્યા એકલવાયું જીવન જીવે છે અને તેનો વક ભાઈ રાજકોટમાં અલગ રહે છે તેમજ બહેન જામનગર સાસરે છે. પોતે એકલો રહે છે અને મંગળવારે તે સિવિલમાં જમવા માટે આવ્યો હતો અને ખોટી ગુમનોંધ લખાવી પોલીસને ધંધે લગાડી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj