મોરબીના લખધીરપુર રોડે કારખાના નજીક કુતરાએ વૃદ્ધ-બાળકને બચકા ભર્યા

Local | Morbi | 15 May, 2024 | 02:18 PM
સાંજ સમાચાર

 (જીગ્નેશ ભટ્ટ દ્વારા) 
મોરબી તા.15

મોરબી શહેર અને તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને રસ્તે જતા બાળકો, મહિલાઓ, વૃદ્ધો વગેરેને હડકાયા કુતરા બચકા ભરી લેતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસેસ સીરામીક પાસે હડકાયા કૂતરાએ અર્ચિત માનવીત આદિવાસી (7) અને ગબૂચીભાઈ ગંગાલાલ (60) નામના બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આ મુજબની કાર્યવાહી હાથ ધરી છે
 

મહિલા ફિનાઇલ પી ગઈ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઘૂચરની વાડીમાં રહેતી આરતીબેન દિનેશભાઈ ડાભી (22)  નામની યુવતી પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની ગોળી પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતાં. 
 

મારા મારીમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કનૈયા હોટલ સામે મારામારીના બનાવમાં રણછોડનગરમાં રહેતા મુસ્તાક ફતેમામદ કટિયા (30) ને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj