A grand celebration of Lord Parasuram Janmotsav: Mahapujan was held across the city today

Local | Kutch | 10 May, 2024 | 04:38 PM
સાંજ સમાચાર

ભગવાન પરશુરામજીની આજરોજ અખાત્રીજના દિવસે જન્મજયંતિ છે

ત્યારે આ જન્મોત્સવનો અનેરો થનગનાટ ભૂદેવોમાં જોવા મળી રહ્યો હતો અને ઠેર-ઠેર ભગવાન પરશુરામજીનું મહાપુજન, શોભાયાત્રા, મહાઆરતી, યજ્ઞો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહસમાજના ટ્રસ્ટી અને યુવાનોના માર્ગદર્શક એવા બ્રહ્મઅગ્રણી જીતુભાઈ મહેતાના રામનાથપરા ખાતે આવેલ નિવાસસ્થાને ભગવાનશ્રી પરશુરામજીનું મહાપુજન-અર્ચન તથા મહાઆરતીનો કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચારથી પુજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  લોકસભાના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, રમેશભાઈ રૂપાપરા, નયનાબેન પેઢડીયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj