ઉપલેટામાં ફેમિલી કોર્ટના મુદ્દે વકીલોની હડતાલનો સુખદ અંત

Local | Dhoraji | 11 June, 2024 | 10:27 AM
ડીસ્ટ્રીક્ટ જજ દ્વારા ફેમિલી લિંક કાર્ડ ફાળવવાની ખાત્રી અપાતા આંદોલન સમેટાયું
સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ દ્વારા)         
ઉપલેટા તા. 11
તાજેતરમાં ન્યાયતંત્ર દ્વારા ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળની અંદર ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાને લઈએ 01 જુન 2024 થી અચોક્કસ મુદત માટેની હડતાલ શરૂ કરી હતી જેમાં આ હડતાલ પર ઉતરેલા વકીલોની માંગણીઓ અને રજૂઆતો અંગે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ તરફથી પોઝિટિવ અને સંતોષકારક જવાબ મળ્યો હતો. જે બાદ રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ તરફથી મળેલા સંતોષકારક જવાબને ઉપલેટા વકીલ મંડળે આવકારીને ઉપલેટા વકીલ મંડળની ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલનો હાલ અંત આવ્યો છે.

આ અંગે માહિતી આપતા ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ અને એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા તાલુકો રાજકોટ જીલ્લાનો છેવાડાનો તાલુકો છે. ઉપલેટાની પ્રજાને ન્યાયાલય તથા અન્ય સરકારી ઓફીસોની ફાળવણીમાં અન્યાય થતો રહે છે. ઉપલેટામાં વિશાળ વિસ્તારમાં ન્યાયાલય રહેલ હોય તથા ઉપલેટામાં એક સાથે ચાર કોર્ટે ચાલી શકે તેવું બાંધકામ રહેલ હોવા છતા ઉપલેટાને પુરતી કોર્ટે ફાળવવામાં આવેલ નથી જેથી ઉપલેટા તાલુકાને મંજુર થયેલ સીનીયર ડીવીઝન કોર્ટ તથા મીહીનામાં 15 દીવસ ફેમીલી કોર્ટ તત્કાળ કાળવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી. 

આ રજુઆત બાદ ઉપલેટા બાર એસોસિયેશન દ્વારા ઉપલેટા તાલુકાની પ્રજાના હીતમાં તત્કાલ નીર્ણય લેવામાં આવેલ હતો જેમાં આ બાબતે ઉપલેટા તાલુકાની પ્રજાના હીત માટે ઉપલેટા વકીલ મંડળે કરેલ તા.18/05/2024 ના ઠરાવ મુજબના મુદાઓનુ નીરાકરણ કરવામાં નહી આવે તો ઉપલેટા વકીલ મંડળ તા.01/06/2024 થી અચોક્કસ મુદત માટે ઠરાવ કરી હડતાલ પર ઉતર્યા હતા ત્યારે આ બાબતે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહિલ દ્વારા ઉપલેટા ઉપલેટા કોર્ટને ફેમિલી લિંક ફાળવવામાં આવશે તેવી ખાતરી આપતા ઉપલેટા વકીલ મંડળે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજની ખાતરીને માન આપી હડતાલ સમેટી લીધી છે. 

વકીલ મંડળના પ્રમુખે વધુમાં જણાવ્યું છે કે, ઉપલેટાની પ્રજાને ફેમિલી લિંક કોર્ટ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવી હકારાત્મક ખાતરી મળતા હાલ આ હડતાલને સમેટીને હવેથી રાબેતા મુજબ વકીલો પોતાની તમામ કામગીરીઓ શરૂ કરશે તેવું જણાવ્યું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj