બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેકસમાં ખુલાસો

દુનિયાના અમીરોના લિસ્ટમાં રાતોરાત મોટો ઉલટફેર

India, World | 30 May, 2024 | 05:30 PM
એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ ફરી નંબર વન, ફ્રાન્સના અર્નોલ્ટ બીજા નંબરે ખસી ગયા: બેઝોસની નેટવર્થ 14.7 અબજ ડોલર ઘટી, અર્નોલ્ટે 6.73 અબજ ડોલર ગુમાવ્યા: ભારતના ધનવાન અંબાણી-અદાણીની નેટવર્થ પણ ઘટી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.30
દુનિયામાં અમીરોની યાદીમાં જબરદસ્ત ઉલટફેર થઈ ગયો છે. અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ ફરીથી દુનિયાના સૌથી ધનવાન બની ગયા છે. તેઓ ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટને પછાડીને નંબર વનની ખુરશી પર પહોંચ્યા છે.

બ્લુમબર્ગ બિલિયોનર ઈન્ડેકસના અનુસાર બુધવારે બેજોસની નેટવર્થમાં 14.7 કરોડ ડોલરનો ઘટાડો થયો છે પરંતુ અર્નોલ્ટે 6.73 અબજ ડોલર ગુમાવ્યા છે. આથી અર્નોલ્ટની નેટવર્થ ઘટીને 203 અબજ ડોલર થઈ ગઈ છે, જયારે બેજોસ 205 અબજ ડોલર સાથે નંબર વન બની ગયા છે. આ વર્ષે અર્નોલ્ટની નેટવર્થમાં 4.36 અબજ ડોલરનો ઘટાડો થયો છે જયારે બેજોસની નેટવર્થ 27.9 અબજ ડોલર વધી છે.

બુધવારે દુનિયાના 10 ટોપ અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો થયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 202 અબજ ડોલરની સાથે દુનિયાના અમીરોના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. મેટાના સીઈઓ માર્ક ઝકર બર્ગ (169 અબજ ડોલર)ની સાથે ચોથા અને લેરી પેજ (156 અબજ ડોલર) પાંચમા, બિલ ગેટસ (152 અબજ ડોલર) છઠ્ઠા, સ્ટીવ બાલમર (148 અબજ ડોલર) સાતમા, સર્ગેઈ બિન (147 અબજ ડોલર), આઠમા, લેરી એલિસન (138 અબજ ડોલર) નવમા, વોરેન બફેટ (136 અબજ ડોલર) દસમા નંબરે છે.

આ લિસ્ટમાં 11માં નંબરે રહેલ માઈકલ ડેલની નેટવર્થમાં બુધવારે 4.19 અબજ ડોલરનો વધારો થયો હતો અને તે 123 અબજ ડોલરે પહોંચી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થ 44.7 અબજ ડોલર વધી છે.

અંબાણી અને અદાણીની પણ નેટવર્થ ઘટી: દરમિયાન ભારત અને એશિયાના સૌથી મોટા ધનવાન મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની નેટવર્થમાં 1.53 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અંબાણી 110 અબજ ડોલરની નેટવર્થની સાથે દુનિયાના અમીરોની લિસ્ટમાં 12માં નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 13.8 અબજ ડોલરની તેજી આવી છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 106 અબજ ડોલરની નેટવર્થ સાથે આ લિસ્ટમાં 13માં નંબરે છે. બુધવારે તેમની નેટવર્થમાં 7.95 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં 21.7 અબજ ડોલરની તેજી આવી છે.

આ દરમિયાન એન.વિડીયાના ફાઉન્ડર અને સીઈઓ જેસન દુઆંગ દુનિયાના અમીરોની લિસ્ટમાં 15માં નંબરે પહોંચી ગયા છે. તેમની નેટવર્થમાં આ વર્ષે 56.8 અબજ ડોલરની તેજી આવી છે અને તે 101 અબજ ડોલરે પહોંચી ગઈ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj