અમિષ ત્રિપાઠી, રવિન્દ્રસિંઘ, આર. ચિદમ્બરમની વિશેષ ઉપસ્થિતિ

પારૂલ યુનિવર્સિટીની લિબરલ આર્ટ્સ ફેક્લ્ટી દ્વારા લિટરેચર ફેસ્ટ યોજાયો

Local | Vadodara | 30 May, 2024 | 12:03 PM
♦ દેવદત્ત પટ્ટનાયક દ્વારા લીટરેચર ફેસ્ટનું ઉદઘાટન કરાયું
સાંજ સમાચાર

♦ બીકોમ-એમકોમ કોર્સીઝમાં જીએસટી અને ટ્રેડિંગનું પ્રશિક્ષણ

વડોદરા મે  2024: કોમર્સ અને આર્ટ્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પારૂલ યુનિ. એ વન-સ્ટોપ-ડેસ્ટિનેશન તરીકેની મહત્વપૂર્ણ ઓળખ હાંસલ કરી છે. યુનિ. તેના વિદ્યાર્થીઓને ક્લાસરૂમ એજ્યુકેશનની સાથે-સાથે પ્રેક્ટિકલ એક્સપોઝર પુરું પાડવા માટે નિયમિતરૂપે વિવિધ સેમિનાર, ઇવેન્ટ, ફેસ્ટિવલ, ટોક-શો વગેરેનું આયોજન કરે છે, જેના પરિણામે વિદ્યાર્થીઓને આર્ટ, કલ્ચર અને લિટરેચર સહિતના વિષયો ઉપર ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સના વિચારો સમજવા, કંઇક નવું શીખવા અને ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક મળી રહે છે.

આ પહેલા અંતર્ગત તાજેતરમાં નેક A++ માન્યતા ધરાવતી પારૂલ યુનિ. એ તેની ફલેગશીપ ઇવેન્ટ લિટરેચર ફેસટનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં અમિષ ત્રિપાઠી, રવિન્દર સિંઘ, આર. ચિદમ્બરમ, દેવદત્ત પટ્ટનાયક, ટાટા સન્સના ડાયરેક્ટર ગોપાલ કૃષ્ણન, નવાઝ મોદી સિંઘાનિયા, રેણુ દલાલ, શેફ દેવિન્દ્રકુમાર ઉપસ્થિત રહ્યા હતાં અને સાહિત્યક્ષેત્રના 100થી વધુ મહાનુભાવોએ ભાગ લઇને ફેસ્ટને અપાર સફળતા અપાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ફેસ્ટનું આયોજન માત્ર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ સુધી સીમિત ન રહેતાં યુનિ.ની બીજી ફેકલ્ટી અને વડોદરા-ગુજરાતના નાગરિકોને પણ તેનો લાભ લેવા માટે આમંત્રિત કરાય છે. આ લિટરેચર ફેસ્ટમાં એક જ પ્લેટફોર્મ ઉપર કવિઓ, લેખકો, એક્ટિવિસ્ટ અને 10,000 જેટલા મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત એક્સપર્ટ ટોકની સાથે ફિક્શનથી લઇને બાયોગ્રાફી, ટ્રાવેલ બ્લોગથી લઇને કૂકિંગ બુક્સ સહિતના વિષયોને આવરી લેતાં 5,000થી વધુ પુસ્તકોની રજૂઆત થઇ હતી.

પારૂલ યુનિ.ના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, પારૂલ યુનિ. કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હંમેશા કટીબદ્ધ રહી છે. અમે યુનિ. કેમ્પસમાં એક એવી ઇકોસિસ્ટમની રચના કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ કે જ્યાં દરેક વ્યકિત તેમની રચનાત્મક અભિવ્યકિતને રજૂ કરી શકે. લિટરેચર ફેસ્ટની અત્યાર સુધીની તમામ આવૃત્તિઓને દેશ-વિદેશના મહાનુભાવો, વિદ્યાર્થીઓ તથા ગુજરાતના સાહિત્ય પ્રેમીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને અમે ભવિષ્યમાં પણ આ પ્રકારના ફેસ્ટનું આયોજન કરવા ઉત્સુક છીએ.

 

યુનિ.માં ઓફર કરતા વિવિધ કોર્સિસ
કોમર્સ: બીકોમ, બીકોમ (ઓનર્સ), એમકોમ, બીકોમ-એમકોમ (CA ની તૈયારી સાથે), ઇન્ડસ્ટ્રી એમ્બેડદેડ-બીકોમ
આર્ટ્સ: બીએ અને એમએના અભ્યાસક્રમોમાં જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન, પોલિટીક્લ સાયન્સ, સાઇકોલોજી, સોશિયોલોજી, ઇકોનોમિક્સ, જીયોગ્રાફી, ડિજિટલ મીડિયા એન્ડ કમ્યુનિકેશન તેમજ બીએ ઓનર્સના અભ્યાસક્રમો.

 

આજતકના શ્વેતા સિંઘે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જર્નાલિઝમની ટીપ્સ આપી
વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્સપોઝર પુરું પાડવા વિદ્યાર્થીઓ માટે આજતકના શ્ર્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કરના દેવેન્દ્ર ભટનાગર, ઇન્ડિયા ટીવીના નિર્ણય કપૂર અને ન્યુઝ 18ના મેનેજિંગ એડિટર અને એન્કર આનંદ નરસિમ્હા સહિતના ટોચના પત્રકારો સાથે એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત યુનિ.માં જ રેડિયો લેબ, સાઇક્ોલોજી લેબ, મીડિયા લેબ, વિડિયો કોન્ફરન્સિંગ પોર્ટલ જેવી અત્યાધુનિક સુવિધાઓ વિકસાવાઇ છે. આ સુવિધાઓની મદદથી આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમની સપનાની કારકિર્દીનું નિર્માણ કરીને પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મેળવી છે.

 

કોમર્સ ફેક્લ્ટી દ્વારા સીએ અને સીએસની સંપૂર્ણ તાલીમ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ (સીએફએ) જેવી ખૂબ જ મુશ્કેલ પરીક્ષાઓમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ સચોટ માર્ગદર્શન પુરું પાડવા માટે યુનિ.એ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ (એસીસીએ) સાથે જોડાણ કર્યું છે. જેથી તેઓ એકાઉન્ટ અને ફાઇનાન્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા સક્ષમ બની શકે. તેના ફળસ્વરૂપે તાજેતરમાં બીકોમના વિદ્યાર્થી અનુભવ ચૌધરીએ પ્રથમ પ્રયાસમાં જ સી.એ. ફાઉન્ડેશન ક્લિઅર કર્યું છે તેમજ અથર્વ મૂકેશ કાજવે અને નૂતન નંદીની ઝાએ પ્રથમ પ્રયાસમાં સીએસ ફાઉન્ડેશન ક્લિઅર કર્યું છે.

કોમર્સના વિદ્યાર્થીઓ માટે ટેલી, ઇઆરપી-9, જીએસટી જેવાં શોર્ટ-ટર્મ સર્ટિફાઇડ કોર્સિસ પણ ડિઝાઇન કરાયા છે. જેથી તેમની કુશળતામાં વધારો કરી શકાય. યુનિ.એ કારકિર્દી  અને નવી ક્ષિતિજો વિકસાવવા વિદ્યાર્થીઓને મદદરૂપ બનતા 87થી વધુ રિસર્ચ મેથેડોલોજી, 97થી વધુ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ અને 200થી વધુ વર્કશોપ અને સેમીનાર યોજ્યા છે.
 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj