લગ્નના હેલિકોપ્ટરમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

લિફટ અને પૈસા ન મળતા એક શખ્સ હેલિકોપ્ટરમાં લટકી ગયો ! પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ

World | 21 April, 2025 | 12:19 PM
લટકનારની પ્રતિક્રિયા : હું સામાન્ય રીતે ગધેડા પર સવારી કરૂ છું, જો હેલિકોપ્ટર ઉતર્યુ ન હોત તો સફર પૂરી કરી હોત !
સાંજ સમાચાર

રાયોગી (કેન્યા), તા. 21
બોલિવૂડ અને હોલીવુડ ફિલ્મોમાં તમે ઘણીવાર હેલિકોપ્ટરથી લટકવાનું દ્રશ્ય જોયું હશે. આ દ્રશ્ય જેટલું રોમાંચક લાગે છે, તેટલું જ જોખમી પણ છે. ફિલ્મોમાં આ દ્રશ્ય સુરક્ષા મેજર સાથે બને છે, તેથી સામાન્ય માણસ આવું કરવાનું વિચારી પણ શકતો નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ હેલિકોપ્ટર પર લટકતો જોવા મળે છે. આ દ્રશ્ય કોઈ ફિલ્મનું નથી, પણ વાસ્તવિક છે.

આ ઘટના કેન્યાના રાપોગી ગામમાં બની હતી. જ્યાં 28 વર્ષીય સ્ટીફન ઓધિઆમ્બો ઓમા લગ્ન સમારોહ દરમિયાન હેલિકોપ્ટર ઉડાન ભરતાની સાથે જ તે હેલિકોપ્ટરને પકડીને લટકી ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક હેલિકોપ્ટરમાં કેવી રીતે હવામાં લટકી રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમાએ પહેલા હેલિકોપ્ટરમાં બેઠેલા લોકો પાસેથી પૈસા અને લિફ્ટ માંગી હતી, પરંતુ જ્યારે તેને ના પાડવામાં આવી ત્યારે તેણે ખતરનાક નિર્ણય લીધો અને સીધો હેલિકોપ્ટરને જઈને પકડી લીધું. જેવું જ પાયલટે જોયું કે એક વ્યક્તિ હેલિકોપ્ટરથી લટકી ગયો છે, તેણે તાત્કાલિક નજીકના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, ઓમાએ કહ્યું કે, હવામાં ઉડતી વખતે તે થાકી ગયો હતો, પરંતુ તે તેના માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. હું સામાન્ય રીતે ગધેડા પર મુસાફરી કરૂં છું. તેમણે એમ પણ કહ્યું કે જો હેલિકોપ્ટર ઉતર્યું ન હોત, તો તે આખી 65 મિનિટની ફ્લાઇટ નૈરોબી સુધીની સફર પૂર્ણ કરી હોત.

આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. કોઈએ ટિપ્પણી કરી અને લખ્યું કે મને પણ મારા લક્ષ્યો માટે આટલી જ નિશ્ચયની જરૂર છે. બીજા એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે તે ટોમ ક્રૂઝનો સાચો ચાહક લાગે છે.

જોકે, પોલીસ આ ઘટનાને હળવાશથી લઈ રહી નથી. પોલીસ કમાન્ડર એનરિકો લ્યોમુએ જણાવ્યું હતું કે ધરપકડ પહેલા ઓમા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અત્યંત હિંસક બની ગયો હતો. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj