(વિપુલ હિરાણી) ભાવનગર, તા.16
ભાવનગરના જ્વેલ્સ સર્કલથી ધોબી સોસાયટી જવાના રોડ પરથી પોલીસે વિદેશી દારૂની 36 બોટલ સાથે વરતેજના શખ્સને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ એલસીબી અને પેટ્રોલ ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જ્વેલ્સ સર્કલથી ધોબી સોસાયટી જવાના રોડ પર આવેલા બોરડીના ઝાડ નીચે શંકાસ્પદ હાલતમાં એક ઇસમ ઉભો હોય તેને કોર્ડન કરી તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 36 બોટલ, કિં. રૂ.27826/- મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે સરફરાજ ઉર્ફે ભુટ્ટો જમાલભાઈ ડેરૈયા ( રહે. વરતેજ ) ની ધરપકડ કરી તેની વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy