રાજકોટ તા.20
વીર રાણા જસરાજના શૌર્ય દિનની ઉજવણીના ભાગરૂપે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા તા.22ને બુધવારે સવારના 9થી સાંજના 4 કલાક સુધી લાઈફ કેર બિલ્ડીંગ રેસકોર્સ મેઈન રોડ, પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
જેમાં સંગઠન સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) વધુ જણાવતા કહ્યું છે કે આ રકતદાન કેમ્પમાં રાજકોટ શહેર ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગોંડલ, જેતપુર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ વગેરે જીલ્લા અને તાલુકાએથી મોટી સંખ્યામાં રઘુવંશી યુવાનો રકતદાન કરવા પધારશે.
આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના તેમજ અન્ય સમાજના રાજકીય આગેવાનો જેમ કે રઘુવંશી અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રઘુવંશી મહિલા અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, રઘુવંશી મહિલા અગ્રણી અને રાજકોટ જીલ્લા મહિલા મોરચા ભાજપ પ્રમુખ સોનલબેન વસાણી, રઘુવંશી અગ્રણી અને કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલભાઈ રાજાણી, વિધાનસભા 69ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના વોર્ડ સંયોજક બિરેનભાઈ જોબનપુત્રા, દર્શિતભાઈ જીવરાજાની, સભ્યો ભૂમીતભાઈ રાજાણી, કપીલભાઈ ચોટાઈ, આદીત્યભાઈ ખંધેડિયા, નિર્મિતભાઈ સેતા, કેયુરભાઈ કોટકે ‘સાંજ સમાચાર’ની મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy