સાયલાનાં ભાડુકામાં આધેડની પથ્થરનાં ઘા મારી હત્યા

Crime | Surendaranagar | 29 May, 2024 | 11:57 AM
સિમમાં કેરડાવિણવા ગયા હતા તેનાં ભાગ મુદ્દે માથાકુટ થતા યુવાને આધેડનું ઢીમઢાળી દીધુ: આરોપીને ઝડપી લેવાયો
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
સાયલાના ભાડુકા ગામે રહેતા એકલવાયું જીવન ગુજારતા આધેડ સોમવારે કાનપરની સીમમાં કેરડા વીણવા ગયા હતા. આ દરમિયાન ગામના યુવાને કેરડાના ભાગ બાબતે આવેશમાં આવી આધેડના માથાના ભાગે પથ્થરોના ઘા મારી મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. પોલીસે મૃતકની લાશને સાયલા દવાખાને લઇ જઇને પીએમ માટે મોકલી આપી હતી. અને આરોપીને પોલીસે દબોચી લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

સાયલાના ભાડુકા ગામના અંદાજે 47 વર્ષના ગોવિંદભાઇ ચતુરભાઇ રીબડીયા એકલવાયું જીવન જીવતા હતા. છેલ્લા કેટલાક સમયથી ગોવિંદભાઇને દારૂ પીવાની ટેવ હોવાના કારણે પત્ની વસંતબેન સાથે અવારનવાર ઝગડો થતો હતો. આથી 7વર્ષથી વસંતબેન પીયર સુદામડા રહેતા અને ગોવિંદભાઇ ભાડુકાની સીમ જમીનમાં સિઝન મુજબ મજૂરી કામ કરી એકવલાયું જીવન ગુજારતા હતા. હાલમાં અથાણાના કેરડા વીણવાની સિઝન હોવાથી તા. 27-5-2024ને સોમવારના રોજ સવારે ગોવિંદભાઇ હાથમાં માવાની ગુલાબી કલરની થેલી લઇ કેરડા વીણવા જતા ગામના વિક્રમભાઇ મકવાણાએ જોયા હતા.

પરંતુ બપોરના સમયે કાનપર ગામના પાદરમાં આવેલી સબુરી ડેમના કાંઠે ગોવિંદભાઇની લાશ લોહી લુહાણ હાલતમાં હોવાની પરિવારજનો અને સાયલા ઇન્ચાર્જ પીએસઆઇ ડી.ડી. ચુડાસમા, એસ.બી .પટેલ સહિત પોલીસ કર્મીઓને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. લાશને પીએમ માટે સાયલા દવાખાને મોકલી આપી હતી.

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા ભાડુકા ગામના અંદાજે 25થી 30 વર્ષના અંકિતભાઇ વાલજીભાઈ રીબડીયા કાનપર ગામ સીમમાં મુકેશભાઈ ધીરૂભાઇ બાહરૂણીયાની વાડીના શેઢે સંતાયેલો હતો. વાડી માલીકે અંકિતભાઇને ટપારતા નાસી છૂટ્યો હતો.

વધુમાં ગોવિંદભાઇ પાસે રહેલી ગુલાબી કલરની થેલી અને કેરડા ભરેલી થેલી અંકિત પાસે હોવાથી અંકિતભાઇ શંકાના દાયરામાં આવ્યો હતો. આથી અંકિતને ઝડપી લઇ પૂછપુરછ કરતા ગોવિંદભાઇને માથાના ભાગે અણીદાર પથ્થર મારી મોત નિપજાવ્યું હોવાનું કબૂલ કર્યું હતું. ભોગ બનનાર ગોવિંદભાઇ અને મોત નિપજાવનાર અંકિત ભાડુકા ગામમાં એક દીવાલની આગળ પાછળ રહેતા હતા.

ગોવિંદભાઇને પથ્થરથી મોત નિપજાવીને અંકિત સામે આવેલી મુકેશભાઇની વાડીના શેઢે સંતાઇને કોણ આવે છે તે જોતો હતો. પરંતુ વાડીના માલિકે ટપરતા નાસી છૂટ્યો હતો. પીએસઆઇ ડી.ડી. ચુડાસમાએ 24 કલાક પહેલા ઝડપી લઇ પૂછપરછ કરી તો અંકિતે ગુનો કબૂલ કર્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj