આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 9 લોકો સાથેનું વિમાન લાપતા

World | 11 June, 2024 | 12:31 PM
સાંજ સમાચાર

લિલાંગવે (માલાવી),તા.11
આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું સૈન્ય વિમાન ગુમ થઈ ગયું છે. માલાવી સરકારે જણાવ્યું હતું કે, સોમવારે આ ઘટના બની હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ટીમ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સરકારી સૂત્રોએ ઉપરાષ્ટ્રપતિના મોતની આશંકા વ્યક્ત કરી છે.

અહેવાલ અનુસાર ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા (ઉ.વ.51) સૈન્ય વિમાનમાં સવાર હતા. આ વિમાને સોમવારે સવારે માલાવીની રાજધાની લિલોગવેથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય 9 લોકો સવાર હતા. પ્લેન સવારે મઝુઝુમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

જ્યારે વિમાનનો સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારે રાષ્ટ્રપતિએ શોધખોળ અને બચાવ કામગીરીનો આદેશ આપ્યો હતો. ટીમ પ્લેનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનું ચોક્કસ લોકેશન હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના બાદ માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે.

આફ્રિકન પત્રકાર હોપવેલે કહ્યું કે, તેમને સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે હવે ઉપરાષ્ટ્રપતિ બચી જશે તેવી આશા ઓછી છે. તેમની પત્ની મેરી પ્લેનમાં સવાર ન હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. તે વિદેશ પ્રવાસ કરીને પરત ફરી રહ્યા હતા.

માહિતી અનુસાર ઉપરાષ્ટ્રપતિના વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે ઉડાન ભરી હતી. ઉપરાષ્ટ્રપતિ સહિત કુલ 10 લોકો વિમાનમાં હાજર હતા. ઉપરાષ્ટ્રપતિ પર દેશમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પણ લાગ્યા છે.

હાલમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું પ્લેન દુર્ગમ વિસ્તારોમાં ક્રેશ થયું હતું, આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું પણ મોત થયું હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj