સોમનાથ ત્રિવેણીસંગમ ખાતે

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના આત્મશ્રેયાર્થે પ્રાર્થનાસભા યોજાઇ

Local | Veraval | 30 May, 2024 | 12:35 PM
સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 30
સોમનાથમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટની ઘટનામાં માર્યા ગયેલા તમામ મૃત આત્માઓની મોક્ષ ગતિ અને પરિવારજનોને ભગવાન આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવા હેતુથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આજે તીર્થ પુરોહિતો દ્વારા ગીતાજીના અધ્યાયનું પઠન કરાયુ હતું. રાજકોટ ખાતે જે મૃતાત્માઓ આ કરૂણ દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેઓ એ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા દરેક મૃતાત્મા ઓની મોક્ષ ગતિ માટે પ્રાર્થના કરાઈ હતી.

આ તકે સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, સોમનાથ કેટરીગ એસોસિયેશન ના પ્રમુખ મીલનભાઈ જોષી, મુન્નાભાઈ,તેમજ કોળી સમાજ સહિત અન્ય આગેવાનો અને લોકો એ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj