જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન અંતર્ગત બેઠક યોજાઇ

Local | Veraval | 15 May, 2024 | 12:06 PM
કલેકટરએ જિલ્લાના અધિકારીઓને પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવા માર્ગદર્શિત કર્યા
સાંજ સમાચાર

વેરાવળ ,તા.15
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલ, ઈણાજ ખાતે ચોમાસા પહેલાની આગોતરી તૈયીરીઓ અંગેની બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે  ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં,તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવાં વિસ્તારો ચકાસી લેવાં જણાવ્યું હતું. 

તેમજ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા,ગટરની સાફ-સફાઇ સમયસર થઇ જાય અને જર્જરીત પુલો,કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકે કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી.

તદુપરાંત, કલેકટરે જિલ્લામાં જ્યાં- જ્યાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

કલેક્ટરે રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકિદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો  પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સાથે ચોમાસાના સમયગાળા દરમ્યાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીશ્રીઓ માર્ગદર્શિત કર્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે પીજીવીસીએલ દ્વારા આપત્તિના સમયે ઈમરજન્સી સેવાઓ માટે તાલુકાના લાયઝન સંભાળતા અધિકારીઓ સાથે સંકલનમાં રહીને વીજ પુરવઠાની સ્થિતિ સામાન્ય રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.તેમજ રોડ રસ્તાઓ અવિરત ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે જિલ્લામાં દરેક વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની માહિતી આપી આ તમામ માહિતી અપડેટ કરવા જણાવ્યું હતું.અને જિલ્લા-તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે જોવાનું જણાવી બચાવ-રાહત કામગીરીના તમામ સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ તેની યોગ્ય ચકાસણી કરાવી લેવા પણ જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj