(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 30
નાની મોલડી પોલીસ મથકની હદમાં આવેલા ડાકવડલા ગામે એક રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયર સહિતનો જથ્થો ઝડપી પાડયો હતો જ્યારે રેઈડ દરમિયાન ફરાર થઇ ગયો હતો અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ સહિતની અસામાજીક પ્રવૃત્તિઓ રોકવા અને બુટલેગરોને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે ત્યારે નાની મોલડી પોલીસ સ્ટેશનની હદમાં ડાકવડલા ગામે શિવકુભાઈ રાજાભાઈ વિકમાએ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ સતાંડયો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી
જેમાં ઈંગ્લીશ દારૂ અને બીયર નંગ-546 કિંમત રૂા.54,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે રેઈડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા નાની મોલડી પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy