ભાવનગરના છાપરી ગામે ધર્મસભા યોજાઇ

Local | Bhavnagar | 30 May, 2024 | 11:15 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.30

ભાવનગર જિલ્લાના તળાજાના જૂની છાપરી ગામે રહેતા દુધરેજીયા સાધુ પરિવાર દ્વારા વિષ્ણુ મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું.દુધરેજીયા પરિવાર ના આ કાર્યને ગામ સમસ્ત દ્વારા તન,મન અને ધનની સેવા થકી ઉજાળી દેવાની સાથે ગામની એકતાના  દર્શન કરાવ્યા હતા.
વિષ્ણુ મંડપ નો અર્થ સમજાવતા પ્રભુદાસબાપુ (વાવડી) એ જણાવ્યું હતુ કે સમુદ્ર મંથન સમયે નીકળેલ મંડપને કોણ લઈ જશે.એ સમયે એક સાધુએ ભગવાન વિષ્ણુ ને કહેલ કે હું લઈ જઈશ. જે કોઈ દાતાઓ ની સખાવત મળશે તેનાથી હું નિભાવીશ. આથી ભગવાન વિષ્ણુએ જે કોઈ મંડપ રોપશે.ત્યાં હું કોઈપણ વેશે જઈશ. અને તે ઘરે કોઈનું અકાળે મૃત્યુ નહિ થવા દઉં.તેવી ધાર્મિક આસ્થા જોડાયેલ છે.

મહામંડલેશ્વર રમજુબાપુએ સાધુતા અને જલારામબાપા નો દાખલો આપી. સાધુતા જો ધારે તો ભગવાન વિષ્ણુ ને ધરતી પર આવવા મજબૂર કરીશકેછે.સૌરાષ્ટ્ર ની ભૂમિમાં આપણો જન્મ થયો છે એજ સૌથીસારામાં સારી વાત છે.પોતે ક્ષત્રિય માંથી દાસ બન્યા તેનો સૌથી મોટો રાજીપો વ્યક્ત કર્યો હતો.

સરવૈયા રાજપૂત સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાધુ મંડપ અવસરે ગામ સમસ્ત ને ભોજન પ્રસાદના દાતા સરવૈયા શક્તિસિંહ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચ સહિત ગામ સમસ્ત દ્વારા ધર્મકાર્ય ને સફળ બનાવવા સારી મહેનત કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj