નવા ત્રણ કાયદા અંગે વકીલોને સેમીનાર યોજાયો

Local | Rajkot | 30 May, 2024 | 03:41 PM
વોઈસ ઓફ લોયર્સ આયોજીત કાર્યક્રમમાં નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું
સાંજ સમાચાર

રાજકોટ તા.30
 સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ નવા ત્રણેય કાયદાનો સેમીનાર વોઈસ ઓફ લોયર્સ રાજકોટ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં અનુભવી તજજ્ઞો બી.એન. કારીઆ (જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટ (ફોર્મર) દ્વારા ભારતીય ન્યાય સહિતા (આઈપીસી), પી.જી. ગોકાણી (પ્રમુખ ગુજરાત રાજય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદ અને નિવૃત પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (સીઆરપીસી), યશ જે. પટેલ (એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ) દ્વારા ભારતીય સાક્ષ્ય અધિનિયમ (એવીડન્સ એકટ) ઉપર ખુબજ સરળ અને સહજ ભાષામાં નવા કાયદા અન્વયે સમજ આપવામાં આવી હતી. કે.જી. ધોળકીયા સ્કુલના ભવ્ય ઓડીટોરીયમ ખાતે 500થી વધુ જિજ્ઞાસુ વકીલોએ સેમીનારનો લાભ લીધો હતો.

 આ તકે ડી.એસ. ત્રિવેદી (નિવૃત જજ), એમ.જે. મહેતા (નિવૃત જજ), વી.એમ. ગોહિલ (નિવૃત જજ), રાજકોટ બાર પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, ટ્રેઝરર આર.ડી. ઝાલા, ધોળકિયા સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જીતુભાઈ ધોળકિયા, જયેશભાઈ બોઘરા (ચેરમેન એપીએમસી રાજકોટ) વગેરે ઉપસ્થિત રહેલા. સેમીનારને સફળ બનાવવા પરેશભાઈ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ભાવેશ રંગાણી, જે.બી. શાહ, ઈન્દ્રસિંહ ઝાલા, અમિત વેકરીયા, વિશાલ ગોસાઈ, બિમલ જાની, કેતન મંડ, જયેન્દ્ર ગોંડલીયા, હિમાલય મીઠાણી, હરેશ પરસોંડાએ જહેમત ઉઠાવેલ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj